loader

Breaking News


Home > Bollywood > ટીવી સ્ટાર ચલાવી રહી હતી સેક્સ રેકેટ, પોલીસે કરી ધરપકડ


Foto

ટીવી સ્ટાર ચલાવી રહી હતી સેક્સ રેકેટ, પોલીસે કરી ધરપકડ

June 4, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીવીની ફેમસ સ્ટાર અને તમીલ સીરીયલનો જાણીતો ચહેરો કહેવાતી સંગીતા બાલનની ચેન્નઇ પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યુ છે. સંગીતાને ચેન્નઇ પોલીસે સેક્સ રેકેટ ચલાવવાનાં ગુનામાં ધરપકડ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.



ઈંન્ડસ્ટ્રીમાં વાની રાની શો થી એક ખાસ ઓળખ મેળવી ચુકેલી સંગીતાને પોલીસે ચેન્નઇનાં પ્રાઇવેટ રિસોર્ટમાંથી સેક્સ રેકેટ ચલાવવાનાં ગુનામાં પકડી છે. જો કે આ મામલે સંગીતા એક માત્ર નથી, ઘણા અન્ય એક્ટરેસનાં નામ પણ સામે આવી રહ્યા છે. બાતમીનાં આધાર પર પોલીસે ચેન્નઇનાં રિસોર્ટમાં છાપામારી કરી હતી. જ્યા સંગીતા સિવાય એક અન્ય શખ્સની પણ ધરપકડ પોલીસે કરી હતી. મળતી માહિતી અનુસાર હાલમાં પકડાયેલા લોકોમાં સંગીતાનું નામ વધુ પ્રચલિત હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. સંગીતા તમીલ ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે અને ટીવીનાં ઘણા શો માં તે કામ પણ કરી ચુકી છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ સંગીતાનાં સેક્સ રેકેટમાં પકડાયા બાદ ઈંન્ડસ્ટ્રીનાં અન્ય મોટા નામનો ખુલાસો થાય તેવી પૂરી સંભાવના છે.