loader

Breaking News


Home > National > હૈદરાબાદ બ્લાસ્ટ કેસમાં બે અપરાધી જાહેર, બે નિર્દોષ


Foto

હૈદરાબાદ બ્લાસ્ટ કેસમાં બે અપરાધી જાહેર, બે નિર્દોષ

Sept. 6, 2018, 12:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, હૈદરાબાદ : હૈદરાબાદમાં બેવડા બોંબ બ્લાસ્ટનાં મામલામાં ટ્રાયલ કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જ્યારે અન્ય બે આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ જારી કર્યો છે. ૧૦મી સપ્ટેમ્બરનાં દિવસે તેની સજા પર કોર્ટે ચુકાદો આપવામાં આવશે.



આરોપીઓને કેટલી સજા કરાશે તે અંગે ૧૦મીએ ફેંસલો આવશે. ૧૧ વર્ષ બાદ ડબલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવ્યો છે. ૨૦૦૭માં હૈદરાબાદમાં થયેલા બ્લાસ્ટમાં ૪૨ લોકોનાં મોત થયા હતા. દોષિતોનાં નામ અનિક સફીક અને ઇસ્માઇલ ચૌધરી તરીકે હતા. ૨૫મી ઓગસ્ટ ૨૦૦૭નાં દિવસે હૈદરાબાદમાં લુંબીની પાર્ક અને ગોકુલ ચાટમાં આશરે ૭.૩૦ વાગે બ્લાસ્ટ થયો હતો. બોંબ બ્લાસ્ટનાં મામલામાં ચાર આરોપીઓની સામે કેસ હાથ ધરવામાં આવ્યો હતો. આ વર્ષે ૨૦૧૮માં જૂન મહિનામાં નામપલ્લી કોર્ટ સંકુલમાં આને લઇને ચર્ચા છેડાઈ હતી. આ કેસને ચેરલાપલ્લી કેન્દ્રીય સંકુલમાં સ્થિત એક કોર્ટ હોલમાં કેસને ખસેડી દીધો હતો.

સત્ર ન્યાયાધીશ શ્રીનીવાસરાવે ૭મી ઓગસ્ટનાં દિવસે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પહેલા ૨૭મી ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. ત્યારબાદ એ દિવસે મામલામાં ચુકાદો આવ્યો ન હતો. બ્લાસ્ટમાં પીડિતોનાં પરિવારનાં સભ્યોએ ૨૫મી ઓગસ્ટનાં દિવસે ૧૧મી વરસીના દિવસે શ્રદ્ધાંજલિ આપી હતી. તેલંગાણા પોલીસનાં કાઉન્ટર ઇન્ટેલીજન્સ દ્વારા આ મામલાની તપાસ કરી હતી. આરોપીઓની સામે ત્રણ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આરોપીઓ પૈકી કેટલાક ફરાર પણ થયેલા છે.