loader

Breaking News


Home > National > બે દિવસ બાદ આજે અમરનાથ યાત્રા શરુ કરવામાં આવી


Foto

બે દિવસ બાદ આજે અમરનાથ યાત્રા શરુ કરવામાં આવી

July 7, 2018, 4:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : વાર્ષિક અમરનાથ યાત્રા બે દિવસના બ્રેક બાદ આજે ફરીથી શરૂ કરવામાં આવી હતી. ૨૨૦૩ શ્રદ્ધાળુઓનો નવો કાફલો ૫૧ વાહનોમાં આજે વહેલી પરોઢે રવાનો કરવામા આવ્યો હતો. જા કે બાલટાલ માટે નોંધણી કરાવી ચુકેલા શ્રદ્ધાળુઓને હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આજે પહેલગામ બેઝ કેમ્પ માટે ૨૨૦૩ શ્રદ્ધાળુઓને રવાના કરાયા હતા. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે આ વખતે અમરનાથ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બે બેઝ કેમ્પ સહિત જુદા જુદા માર્ગો અને સ્થળ પર ૩૦ હજારથી વધારે શ્રદ્ધાળુઓ હાલમાં અટવાઇ પડ્યા છે.

અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૭૩ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શક્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૭૩૦૨૩ નોંધાઇ છે.જમ્મુ કાશ્મીરમા ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. હાલમાં પહેલગામ અને બાલતાલમાં યાત્રાને રોકી દેવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી હતી. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી હતી. જો કે હવે પહેલગામ માટે શ્રદ્ધાળુઓને રવાના કરાયા છે.