loader

Breaking News


Home > National > અનંતનાગમાં બે આતંકવાદી ઠાર, એક જવાન શહીદ


Foto

અનંતનાગમાં બે આતંકવાદી ઠાર, એક જવાન શહીદ

June 22, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અનંતનાગ : જમ્મુ કાશ્મીરમાં રમજાન મહિના દરમિયાન લાગુ કરવામાં આવેલ સીજફાયર ખત્મ થયા બાદ ઓપરેશન ઓલઓઉટ ફરીથી શરુ કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે સવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ વિસ્તારમાં કલાકો સુધી ચાલેલ અથડામણમાં ૨ આતંકીઓને ઠાર મરાયા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન પણ શહીદ થયા હતા.

સુરક્ષાદળોએ મોડીરાત્રે જ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ તેમને ઘેરી લેવામાં આવ્યાં હતા. તમને જણાવી દઈએ કે ૧૭ જુને સીજફાયર ખત્મ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ જ રાજ્યમાં સેનાએ પોતાનું ઓપરેશન શરુ કર્યું હતું. આ ઉપરાંત ગયા ગુરુવારે સૈન્યએ પુલવામામાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.