loader

Breaking News


Home > National > વાજપેયીની અસ્થિ કળશ યાત્રા કાર્યક્રમમાં મજાક કરતાં જોવા મળ્યા BJP ના બે મંત્રી


Foto

વાજપેયીની અસ્થિ કળશ યાત્રા કાર્યક્રમમાં મજાક કરતાં જોવા મળ્યા BJP ના બે મંત્રી

Aug. 24, 2018, 11:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, રાયપુર : છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પૂર્વ પ્રધાનમંત્રી બાતલ બિહારી વાજપેયીનાં અસ્થિ કળશ કાર્યક્રમને લઈને આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં સિનિયર મંત્રી અજય ચંદ્રકર અને વ્રજમોહન અગ્રવાલ મજાક કરતા અંદાજને ભાજપે માનવીય ત્રુટિ ગણાવી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજ્યનાં બે મંત્રી તે સમયે મજાક કરીને હસતા જોવા નજરે પડ્યા છે, જયારે પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવી રહી હતી.

અસ્થિ વિસર્જન કાર્યક્રમનાં સમાપન બાદ પાર્ટીએ માન્યું હતું કે આ એક માનવીય ભૂલ હતી અને તેના માટે પ્રદેશ પાર્ટી અધ્યક્ષે બંને મંત્રીઓને સમજાવવામાં આવ્યા છે. ભાજપ પ્રવક્તા સંજય શ્રીવાસ્તવે ગુરુવારે સાંજે આ મુદ્દે પાર્ટીનો પક્ષ મુક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અમુક વખત આવી માનવીય ભૂલ થઇ જાય છે. જો કે પાર્ટી સ્તર પર બંને મંત્રીઓને તેના માટે સમજાવવામાં આવ્યા છે.