loader

Breaking News


Home > Gujarat > 2009 લોકસભા ચુંટણીમાં મતદારોને પ્રલોભન આપવાનાં કેસમાં નીમાબેન આચાર્ય સહીત બે વ્યક્તિને સજા


Foto

2009 લોકસભા ચુંટણીમાં મતદારોને પ્રલોભન આપવાનાં કેસમાં નીમાબેન આચાર્ય સહીત બે વ્યક્તિને સજા

Feb. 13, 2018, 11:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ :વિધાનસભાનાં પ્રોટેમ સ્પિકર નીમાબેન આચાર્ય સહીત બે અન્ય નેતાઓને કોર્ટે સજા ફટકારી છે. ૨૦૦૯ માં લોકસભા ચુંટણી સમયે મતદારોને પ્રલોભન બદલ નીમાબેન આચાર્ય, કાંતિ અમૃતિયા અને મનોજ પનારાને કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. લોકસભા ચુંટણી સમયે આ ત્રણેય નેતાઓએ જે ગામ સૌથી વધુ વોટ આપશે ત્યાં વધુ ગ્રાન્ટ ફાળવવાનું પ્રલોભન આપ્યું હતું જેને અનુલક્ષીને આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ હતી.

લોકસભા ચુંટણી સમયે ૧૮-૦૩-૨૦૦૯ નાં રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવે૪લ હતું જેમાં કાર્યકરોને ગ્રાન્ટની રકમની ફળવાની સમજાવવામાં આવી હતી જેમાં કાંતિ અમૃતિયાએ જાહેરાત કરી હતી કે મોરબીમાં જે વિસ્તારમાં તેમને વધુ વોટ મળશે ત્યાં ૧.૫૦ લાખ ગ્રાન્ટ તેમજ નીમાબેન આચાર્યે તેમનાં મતવિસ્તારમાં વધુ વોટ મળશે ત્યાં 5 લાખ ગ્રાન્ટ આપવાની લાલચ આપી હતી. આ ઉપરાંત હાલ પાસના કન્વિનર મનોજ પનારા ત્યારે ભાજપમાં યુવા મોરચામાં હતા જેમણે મતદારોને લલચાવે તેવા નિવેદનો કર્યા હતા. આ સમગ્ર હકીકતને ધ્યાને લઈને કોર્ટે આજે તેમને ૧ વર્ષની સજા ફટકારી હતી.