loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલનાં સમર્થનમાં આવ્યાં ઉમિયાધામ - ખોડલધામ, આજે મળી શકે છે શત્રુઘ્ન સિંહા


Foto

હાર્દિક પટેલનાં સમર્થનમાં આવ્યાં ઉમિયાધામ - ખોડલધામ, આજે મળી શકે છે શત્રુઘ્ન સિંહા

Sept. 4, 2018, 9:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને વિપક્ષી પાર્ટીઓનું સમર્થન દિનપ્રતિદિન વધી રહ્યું છે. પાટીદારો માટે અનામત અને ખેડૂતો માટે દેવામાફીની માંગને લઈને તેમનો અનિશ્ચિતકાલિન અનશનનો આજે 11 મોં દિવસ છે.

હાર્દિક પટેલને સતત વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત આજે ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા મુલાકાત લઇ શકે છે. ગુજરાતની ભાજપ સરકારે ઉપવાસ મામલે હજુ કોઈ નિવેદન આપ્યું નથી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકારને અનુરોધ કર્યો હતો કે તે અનશન ખતમ કરવા માટે હાર્દિક પટેલ સાથે ચર્ચા કરે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોમવારે ખેડૂતોની દેવામાફી મુદ્દે હાર્દિકને સમર્થન આપ્યું હતું.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ 25 વર્ષીય પાટીદાર નેતાને ઉપવાસ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. વધુમાં હાર્દિક પટેલને પાટીદારોના બે મુખ્ય ધાર્મિક સંસ્થા ઉમિયા માતા, ઊંઝા અને ખોડલધામે પણ સમર્થન આપી દીધું છે.