loader

Breaking News


Home > National > યોગી આદિત્યનાથ પર નિવેદન આપતા આ શું કહી ગયા ઉદ્ધવ ઠાકરે, જાણો


Foto

યોગી આદિત્યનાથ પર નિવેદન આપતા આ શું કહી ગયા ઉદ્ધવ ઠાકરે, જાણો

May 28, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : યોગી આદિત્યનાથે લોકસભાની પાલઘર બેઠકની પેટા ચુંટણીમાં ભાજપનો પ્રચાર કરતા શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીએમ યોગી પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ કે, યોગી આદિત્યનાથ યોગી નહી પણ ભોગી છે. તેમને ચપ્પલથી મારવા જોઇએ.



શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન યોગી આદિત્યનાથ દ્વારા શિવાજી મહારાજની મૂર્તિને ચપ્પલ પહેરીને હાર પહેરાવ્યા બાદ આપ્યુ હતુ. યોગી આદિત્યનાથનાં આ વર્તનથી નારાજ થયેલા શિવસેના પ્રમુખે વધુમાં કહ્યુ કે, યોગી આદિત્યનાથ યુપીનાં મુખ્યમંત્રી છે અને હાલમાં તેઓ તે ખુરશીની શોભા વધારી રહ્યા છે તો તે યોગી કેવી રીતે કહી શકાય?

આ સમગ્ર બાબતને વેગ ત્યારે મળ્યો જ્યારે પાલઘર બેઠકની પેટા ચુંટણીમાં શિવસેનાએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો. મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવતી શિવસેના હવે ધીરે ધીરે ભાજપનો સાથ છોડતી હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.