loader

Breaking News


Home > National > ઉમર અબદુલ્લાએ મોદી અને શાહને શુભેચ્છા પાઠવી કહ્યું, હવે વિપક્ષ 2024ની ચૂંટણીની તૈયારી કરે


Foto

ઉમર અબદુલ્લાએ મોદી અને શાહને શુભેચ્છા પાઠવી કહ્યું, હવે વિપક્ષ 2024ની ચૂંટણીની તૈયારી કરે

May 23, 2019, 4:56 p.m.
      Whatsapp   

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં એનડીએને મળી રહેલી શાનદાર જીતને લઇને ટ્વીટ કરી મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી છે. ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા તેમણે ગુરુવારે ટ્વીટ કરી કહ્યું કે, પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે એક્ઝિટ પોલ્સનું અનુમાન સાચું છે. ભાજપે ખૂબ જ વ્યવસાયિક રીતે પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો બાદ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, વિરોધ પક્ષને 2019ને ભૂલીને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરવાની સલાહ આપી હતી.  પંજાબ, ગોવા અને મણિપુરના ચૂંટણી પરિણામો પર તેમણે કહ્યું હતું કે, આ રાજ્યોમાં ભાજપના પરાજયથી સંદેશો મળે છે કે, તેને હરાવી શકાય છે. પરંતુ તેના માટે માત્ર ટીકા કરવાથી કામ નહીં થાય, પણ ભાજપ વિરોધ વ્યૂહરચના બનાવી પડશે.