loader

Breaking News


Home > Sports > ભારતીય ક્રિકેટ ટીમને લાગ્યો ઝાટકો, પૃથ્વી શોનાં પ્રથમ ટેસ્ટમાં રમવા પર અનિશ્ચિતતા


Foto

ભારતીય ક્રિકેટ ટીમને લાગ્યો ઝાટકો, પૃથ્વી શોનાં પ્રથમ ટેસ્ટમાં રમવા પર અનિશ્ચિતતા

Dec. 1, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાય તે પહેલા જ ભારતીય ટીમને મોટો ફટકો પડી ગયો છે. સિડનીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવનની સામે ચાલી રહેલી મેચ દરમિયાન ભારતને ફટકો પડ્યો છે. યુવા ઓપનિંગ બેટ્‌સમેન પૃથ્વી શો એક કેચ પકડતી વેળા ઘાયલ થઈ ગયો હતો. જેના પરિમામ સ્વરૂપે હવે તેને પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવવી પડે તેવી શક્યતા છે.



ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે સવારે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવનની સામે સિડનીમાં ચાર દિવસીય મેચ દરમિયાન પૃથ્વી ઘાયલ થયો છે. ઈજાને લઈને રિપોર્ટ આવી ગયા છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે છઠ્ઠી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તે હવે રમી શકશે નહીં. છઠ્ઠી ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા પૃથ્વી રિકવર થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી નથી. મેદાન ઉપર પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી. ભારતનાં ફિઝિયો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ચેકઅપ બાદ પૃથ્વીની ઈજાનાં સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ પૃથ્વીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. સ્ટ્રેકચર ઉપર તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. તાજા માહિતી મુજબ પૃથ્વી પોતાના ડાબા પગ પર કોઈપણ દબાણ લાવી શકતો નથી.