loader

Breaking News


Home > National > બેરોજગાર યુવાનો માટે આવી રહી છે ખુશખબરી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનાં કારણે નોકરીનો વરસાદ થવાની વકી


Foto

બેરોજગાર યુવાનો માટે આવી રહી છે ખુશખબરી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનાં કારણે નોકરીનો વરસાદ થવાની વકી

June 14, 2018, 11:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં બેરોજગારીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ટીકાટીપ્પણીનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર રોજગારી વધારવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી રહી હોય તેવા સમચાર સામે આવ્યા છે. સરકાર રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં જ એક નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લાવશે. આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી મુજબ સરકાર ઉદ્યોગોનાં વિસ્તરણ માટે સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવશે.



ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પૂર્ણરીતે લેન્ડપૂલિંગ ઉપર ભાર આપશે. નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગોને આધુનિક બનાવવામાં આવશે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ઇન્ડસ્ટ્રીને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પુરતી મદદ કરશે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે પ્રસ્તાવ કેબિનેટને મોકલી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ કેબિનેટમાંથી આને લીલીઝંડી મળી ગયા બાદ લાગૂ કરવામાં આવશે. વાણિજ્ય મંત્રાલયનાં ઉચ્ચ સ્તરીય અધિકારીઓનું કહેવું છે કે અમે ઇચ્છીએ છીએ કે ઇન્ડસ્ટ્રી પણ વધે અને રોજગારીની તકો પણ વધે. આજ કારણે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આ પ્રકારે તૈયાર કરવામાં આવી રહી છે જેમાં માર્કેટમાં નવી જોબની તકો ઉભી થશે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં મુખ્ય ધ્યાન ૫આર ઉપર કેન્દ્રીત રહેશે. એટલે કે રિડ્યુસ, રિયુઝ, રિકવર, રિડિઝાઇન અને રિમેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે.

નવી પોલિસીની ત્રણ થીમ તૈયાર કરવામાં આવી ચુકી છે. ઉભરતી ટેકનોલોજીનાં મામલામાં ભારતને દુનિયામાં પ્રથમ ક્રમાંકિત દેશ બનાવવા ઉપર આધારિત છે. બીજી થીમ વર્તમાન ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટેની છે. ત્રીજી થીમ ટ્રેડ અને મેન્યુફેક્ચરિંગ વચ્ચે મજબૂત લિંકેજ અને ભાવિ જરૂરિયાતોની દ્રષ્ટિથી સ્કીલ ડેવલપમેન્ટની બાબતમાં છે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ઇન્ડસ્ટ્રીને સહાયતા આપતા પહેલા સરકાર એવી ખાતરી કરશે કે કોઇપણ ઇન્ડસ્ટ્રી સ્થાપિત કરવાથી અથવા તો તેને ફેલાવવાથી કેટલા લોકોને નોકરી મળશે. આ બાબતનો પ્રસ્તાવ સરકારને આપવો પડશે કે નવા ઇન્ડસ્ટ્રીનાં લીધે કેટલા લોકોને રોજગારી મળશે.