loader

Breaking News


Home > National > બેરોજગાર યુવાઓને રેલવે ટિકિટમાં ૫૦થી ૧૦૦% વળતર મળશે


Foto

બેરોજગાર યુવાઓને રેલવે ટિકિટમાં ૫૦થી ૧૦૦% વળતર મળશે

July 19, 2018, 5:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રેલવેમાં મુસાફરીની ટિકિટમાં વળતર માત્ર દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને જ નહિ પણ આવી કેટેગરીમાં આવતા ૧૩ પ્રકારના લોકોને મળી શકે છે, જેમાં બેરોજગાર યુવાનોને રેલવે ટિકિટમાં ૫૦ થી ૧૦૦ ટકા અને તબીબોને ૧૦ ટકા ઉપરાંત નર્સ અને મિડવાઈફને પણ ૨૫ ટકા સસ્તા દરે મુસાફરીનો લાભ મળી શકે છે. કેન્દ્ર કે રાજ્ય સરકારની નોકરીઓ માટે ઈન્ટરવ્યૂ આપવા દૂરનાં સ્થળોએ જતાં બેરોજગાર યુવક કે યુવતીઓને ૫૦ થી ૧૦૦ ટકા વળતરનો લાભ આપવામા આવે છે.

આવી છૂટ સેકન્ડ કલાસ અને સ્લીપર કલાસમાં મુસાફરી માટે આપવામાં આવે છે. તબીબોને પણ ૧૦ ટકા, નર્સ અને મિડવાઈફને પણ ૨૫ ટકા સસ્તા દરે મુસાફરીનો લાભ આપવામા આવે છે. નેશનલ યુથ પ્રોજેકટના નેશનલ ઈંટગ્રેશન કેમ્પમાં ભાગ લેવા જતા યુવાનો માટે સેકન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર ૫૦ ટકા વળતર આપવામાં આવે છે. માનવ ઉત્થાન સેવા સમિતિના નેશનલ ઈંટગ્રેશન કેમ્પમાં ભાગ લેવા જતા યુવાનોને પણ સેકન્ડ-એ સ્લીપર કલાસની ટિકિટ પર ૪૦ ટકા છૂટ આપવામાં આવે છે.