loader

Breaking News


Home > National > દેશમાં બેરોજગારી વધી, ઔધોગિક - ખેતી ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક : મનમોહન સિંહ


Foto

દેશમાં બેરોજગારી વધી, ઔધોગિક - ખેતી ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક : મનમોહન સિંહ

Sept. 8, 2018, 10:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે મોદી સરકાર પર ફરી એક વાર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલના પુસ્તક શેડ્સ ઓફ ટ્રુથના વિમોચન દરમિયાન તેઓએ જણાવ્યું હતું કેમોદી સરકારે જે વચનો આપ્યા હતા તેને પુરા નથી કર્યા. મોદી સરકારે બે કરોડ રોજગાર ઉભા કરવાનું વચન આપ્યું હતું પરંતુ દેશનાં યુવાનો આજે નોકરીની શોધમાં છે.

મનમોહનસિંહે જણાવ્યું હતું કે સરકાર જે આંકડા આપી રહી છે તેનાથી વાસ્તવિક પરિસ્થિતિ ઉલટી છે. બેરોજગારી દર પાછલાં ચાર વર્ષમાં વધ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે દેશમાં ખેતીની સ્થિતિ ચિંતાજનક છે. ઔધોગિક ઉત્પાદન અને વિકાસની ગતિ મંદ પડી ગઈ છે. તેઓએ નરેન્દ્ર મોદીના નોટબંધી અને જીએસટીનાં નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યાં હતા.