loader

Breaking News


Home > National > કેન્દ્રીય મંત્રી ઓરામનું વિવાદિત નિવેદન, માલ્યાને બતાવ્યો સ્માર્ટ વ્યક્તિ


Foto

કેન્દ્રીય મંત્રી ઓરામનું વિવાદિત નિવેદન, માલ્યાને બતાવ્યો સ્માર્ટ વ્યક્તિ

July 14, 2018, 12:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, હૈદરાબાદ : કિંગ ફિશરનાં માલિક અને હાલમાં ભાગેડુની પદવી લેનાર વિજય માલ્યાને સૌ કોઇ જાણે છે. વિજય માલ્યા ભારતીય બેંકોને લગભગ 9 હજાર કરોડનો ચુનો લગાવી વિદેશમાં સુખી જીવન વિતાવી રહ્યો છે. દેશનો એક પણ નાગરિક જેના માટે સારા બે શબ્દોનો પણ ઉપયોગ કરતો નથી તેવા વિજય માલ્યાનાં વખાણ કરતા કેન્દ્રીય મંત્રી ઓરામે આદિવાસીઓને પ્રોત્સાહિત કરવા એક વિવાદિત નિવેદન આપ્યુ છે. ઓરામે હૈદરાબાદનાં રાષ્ટ્રીય જનજાતીય આત્રપ્રેન્યોર કોન્કલેવ 2018માં કહ્યુ કે, વિજય માલ્યાની સૌ કોઇ આલોચના કરે છે પરંતુ કોણ છે માલ્યા? તે એક સ્માર્ટ વ્યક્તિ છે, તેણે પહેલા સ્માર્ટ લોકને કામ પર રાખ્યા, ત્યારબાદ બેંકો, સરકાર અને રાજનિતિજ્ઞોને પોતાના પ્રાભાવમાં લીધા.



ઓરામે વધુમાં જણાવ્યું કે, વિજય માલ્યા એત સ્માર્ટ વ્યક્તિ છે, તમને પણ સ્માર્ટ બનતા કોણ રોકે છે? તમને કોણ કહે છે કે આદિવાસી સિસ્ટમ પર પોતાનો પ્રભાવ પાડી શકતા નથી? જે રીતે માલ્યા બેંકોને પ્રભાવિત કરી શકે છે તેમ તમે પણ ભારતીય બેંકોને પ્રભાવિત કરી શકો છો તમને જણાવી દઇએ વિજય માલ્યા ભારતીય બેંકોને લગભગ 9 હજાર કરોડનો ચુનો લગાવી લંડન ચાલી ગયો છે. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે. આ પ્રકારનાં વ્યક્તિનું ઉદાહરણ આપી ઓરામે પોતાના માટે મોટી મુસિબત ઉભી કરી દીધી છે. જો કે તેમણે પોતાનો બચાવ કરતા કહ્યુ કે, મારાથી ભૂલથી માલ્યાનું નામ લેવાઇ ગયુ, હુ કોઇ અન્ય વ્યક્તિનું નામ લેવા માંગતો હતો.