loader

Breaking News


Home > Gujarat > નાના વેપારીની રોજગારી પર તરાપ મારતાં વેપારીઓની એકતાનો ટેમ્પો જામ્યો


Foto

નાના વેપારીની રોજગારી પર તરાપ મારતાં વેપારીઓની એકતાનો ટેમ્પો જામ્યો

Sept. 15, 2018, 1:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનું કહેવાતુ પાટનગર જ્યાં તમામ હુકમો, ઠરાવો અને તમામ સત્તાઓ હોવા છતાં અને ગુજરાત રાજ્યનાં તમામને કાયદાનું પાલન કરાવનારુ પાટનગર હોવા છતાં પાટનગરનાં નાગરીકોના પ્રશ્ને ઉણી ઉતરી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આજથી ૨૦ વર્ષ પહેલાં જે જીઆઈડીસીઓ ધમધમતી હતી તે હવે મોટાભાગની મૃતપ્રાય થઈ ગઈ છે ત્યારે પાટનગરનાં કર્મચારીઓના પુત્રો રોજગારી માટે દર દર ભટકતા હોય છે ત્યારે ઘર પાસે અથવા નાની એવી બચતમાંથી કે રિટાયર્ડ થયા બાદ દુકાન કરીને ગુજરાન ચલાવતા હોય છે ત્યારે દબાણ શાળા હવે ૨૦ થી ૨૫ વર્ષ બાદ સક્રિય થઈને વેપારીઓની રોજગારી છિનવતી હોય તેમ દબાણો બાબતે કે દુકાનોને સીલ મારીને બેરોજગાર બનાવી દીધા છે.

જે ક્રાઈમમાં ક્યારેય આ પાટનગરે ડગ નથી માર્યું ત્યારે હવે રોજગારી છીનવતા ક્રાઈમનો રેશિયો સડસડાટ ઉપર જાય તો નવાઈ નહીં. હા મોટામાથાઓ ના દબાણો હટાવવા તંત્રની ફાટે છે. ત્યાં જા દબાણ હટાવવા જાય તો તેમના પેન્ટ પણ ઉતરી જાય. આજે દોઢ બે મહિનાથી દબાણ ચાલી રહ્યું છે ત્યારે કેટલાં મોટા માથાઓનાં દબાણ હટાવ્યા તે તંત્ર આંકડો આપે ફક્તને ફક્ત નાનો વર્ગ ટાર્ગેટમાં હોય તેમ મિડલ ક્લાસ વર્ગને ત્યાં જ દબાણ હટાવવાની જે પેરવી થઈ રહી છે તેનો વિરોધ વંટોળનો ટેમ્પો જામતો જાય છે. પાટનગરમાં નાનો સરખો ધંધો કરતાં વેપારીઓ આજે પણ ઈમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો તો તે ફી ભરવા પણ રાજી છે.

બીજી બાજુ રહેણાંક મકાનોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ થઈ રહી છે ત્યારે ક્યારેય તંત્રએ ડામવાની કોશિશ કરી નથી અને હવે રાજકીય રોટલા શએકવા ફક્તને ફક્ત નાના વર્ગોને જ ટાર્ગેટ બનાવતા વેપારીઓ હવે સફાળા જાગ ગયા છે. ત્યારે જેઓની રોજગારી છીનવાઈ ગઈ છએ અને રોડ રસ્તા પર આવી ગયા છે તેમને તો ઉપર આકાશ અને નીચે ધરતી છે પણ આખરે તો પાપી પેટ કા સવાલ હૈ. ભાઈ કપડાને થીંગડું મરાય પણ પેટને નહીં. જેથી તંત્રએ પણ આ લોકો માટે વિકલ્પ અને કોઈ વચચ્ને રસ્તો કાઢવો જ પડશે બાકી ગુજરાતનું સલામત ગણાતું પાટનગર કાલે ક્રાઈમ સીટીમાં આગળ ન આવી જાય તે પણ સરકારે અને તંત્રએ જાવાની જરૂર છે.