loader

Breaking News


Home > Health > જ્યોર્જિયા યુનિવર્સિટીઃ એક રસી આપશે આજીવન વાયરસ મુક્ત શરીર


Foto

જ્યોર્જિયા યુનિવર્સિટીઃ એક રસી આપશે આજીવન વાયરસ મુક્ત શરીર

Feb. 2, 2018, 7:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જ્યોર્જિયા યુનિવર્સીટીનાં સંશોધકોએ દાવો કર્યો છે કે તેમણે એક એવી રસી તૈયાર કરી છે કે જે દરેક પ્રકારનાં વાયરસનો અંત લાવવા સક્ષમ છે. આ રસીને સંશોધકોએ યૂનિવર્સલ રસીનું નામ આપ્યુ છે, જે તમને થતી ઘાતક થી ઘાતક વાયરસનો અંત લાવવા માટે સક્ષમ છે.





જ્યોર્જિયાનાં સંશોધકોનું કહેવુ છે કે આ રસી માત્ર બે વખત લેવાની રહેશે અને તમને આજીવન વાયરસથી રક્ષા મળશે. સીઝનલ વાયરસથી બચવા માટે જે રસી આપવામાં આવે છે જેને વર્ષમાં એક વખત લગાવવામાં આવે છે. સામાન્ય રસી H3N2 નામનાં વાયરસથી લડવામાં 34 ટકા મદદ કરે છે, જ્યારે યૂનિવર્સલ રસી વાયરસનો મૂળથી અંત લાવે છે. થોડા સમય પહેલા આ વાયરસથી અમેરિકામાં 37 બાળકોનાં મોત થયા અને હજારોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા. સંશોધનકર્તાઓનું માનવું છે કે આ યૂનિવર્સલ રસી તૈયાર થયા બાદ અલગ-અલગ બિમારીઓ માટે અલગ-અલગ રસી લેવાની જરૂરીયાત નહી રહે. સંશોધનકર્તાઓનું કહેવુ છે કે અમે આ રસી તૈયાર કરવા માટે ઉંદર પર પ્રયોગ કર્યો હતો. ઉંદર પર પ્રયોગ કરતા પહેલા H1N1, H3N2, H7N9 અને H5N1 જેવા વિવિધ પ્રકારનાં વાયરસ ઉંદરનાં શરીરમાં દાખલ કરાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેને યૂનિવર્સલ રસી આપવામા આવી હતી, તે રસી આપ્યા બાદ ઉંદરમાં સુધાર જોવા મળ્યો હતો. સંશોધનકર્તાઓ કહે છે કે આ રસીથી માનવશરીરમાં કોઇ પણ વાયરસ આવવાની સંભાવનાઓ લગભગ નહીવત છે.