loader

Breaking News


Home > Gujarat > અજાણ્યા શખ્સોએ શોરૂમમાંથી બ્રાંન્ડેડ ઘડિયાળો ચોરી


Foto

અજાણ્યા શખ્સોએ શોરૂમમાંથી બ્રાંન્ડેડ ઘડિયાળો ચોરી

Aug. 2, 2018, 11:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરનાં પોશ વિસ્તાર અને મોડી રાતે પણ સતત લોકોની સતત અવરજવર રહેતી હોય છે તેવા સેટેલાઈટ વિસ્તારનાં જોધપુર ચાર રસ્તા પાસે આવેલી ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન નામનાં શો રૂમમાં તસ્કરોએ બહુ બિંન્દાસ્ત રીતે હાથ સાફ કરી લાખો રૂપિયાના માલ મતાની ચોરી કરી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. મોડી રાતે તસ્કરોએ શો રૂમમાં પ્રવેશી ૭૦૦ જેટલી બ્રાન્ડેડ ઘડિયાળ(રિસ્ટ વોચ), ૨૫થી વધુ બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ, સન ગ્લાસીસ અને રોકડ રૂ.એક લાખની ચોરીને અંજામ આપ્યો હતો. સેટેલાઈટ પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.



આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવરંગપુરાના મિલાપ એપાર્ટમેન્ટમાં રહેતા અને નવરંગપુરા સ્વસ્તિક સોસાયટી પાસે ચદરિયા હેન્ડિક્રાફ્‌ટનાં નામે દુકાન ધરાવતા પ્રેમલભાઈ શેઠનાં મુંબઈ ખાતે રહેતા માસા દીપેન મહેતાનો સેટેલાઈટ વિસ્તારનાં જોધપુર ચાર રસ્તા પાસે અક્ષર કોમ્પ્લેક્સમાં ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન નામનો શો રૂમ આવેલો છે. આ શો રૂમમાં બ્રાન્ડેડ ઘડિયાળો, બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ સનગ્લાસીસ વગેરેનું વેચાણ થાય છે. ગઈકાલે સવારે પ્રેમલભાઈ પર મુંબઈમાં રહેતા તેમના માસા નરેન્દ્રભાઈ મહેતાનો ફોન આવ્યો હતો કે જોધપુર ચાર રસ્તા પાસે અક્ષર કોમ્પ્લેક્સમાં ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન શો રૂમમાં ચોરી થઇ છે. જેથી પ્રેમલભાઈ તાત્કાલિક શો રૂમ પર પહોંચી ગયા હતા. શો રૂમ પર જઈને જોતાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. ત્યાં હાજર શો રૂમના સ્ટોર મેનેજર ભાવનાબહેન કડિયાને તેઓએ પૂછતાં જણાવ્યું હતું કે રવિવારે રાતે નવ વાગ્યે શો રૂમ બંધ કરી તેઓ જતા રહ્યાં હતાં. બીજા દિવસે સવારે દસ વાગ્યે આવીને શટર ખોલતાં અંદર શો રૂમના કાઉન્ટર અને રેકમાં રાખેલી ઘડિયાળો, ચશ્માંની ફ્રેમ, મ્યુઝિક સિસ્ટમ અને ગલ્લામાં રહેલા રોકડ રૂપિયા એક લાખ સહિતની મતાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્‌યું હતું.