loader

Breaking News


Home > National > ઉન્નાવ ગેંગરેપ : સેંગર સામે આક્ષેપોને CBI એ સમર્થન આપ્યું


Foto

ઉન્નાવ ગેંગરેપ : સેંગર સામે આક્ષેપોને CBI એ સમર્થન આપ્યું

May 12, 2018, 2:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સીબીઆઈએ એવા અહેવાલને સમર્થન આપ્યુ છે કે, સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ રેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સામે બળાત્કારના કેસોને સમર્થન મળ્યું છે. સેંગર સામે રેપના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આરોપોને સમર્થન આપતા તપાસ સંસ્થાએ કહ્યું છે કે, સેંગરના સાથી શશીસિંહે ભોગ બનેલીને લાલચ આપી હતી. આ સગીરાને ગયા વર્ષે નોકરી આપવાના બહાને સેંગરના નિવાસસ્થાન ઉપર લઇ જવામાં આવી હતી. બનાવ બન્યો ત્યારે ભાગ બનેલી સગીરા હતી.

ચોથી જૂન ૨૦૧૭ના દિવસે ભોગ બનનાર શશીસિંહની સાથે ઉત્તરપ્રદેશના માઠી ગામના તેમના આવાસ ઉપર સેંગરને મળવા પહોંચી હતી. જ્યાં આ બનાવ બન્યો હતો. સિંહની ત્યારબાદ અટકાયત કરી લેવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ સેંગર અને તેમના સાથીઓએ ગેંગરેપમાં ભૂમિકા ભજવી હતી. ૧૧મી જૂનના દિવસે ભોગ બનેલીનું ફરી ત્રણ યુવાનો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યુ હતું તેના ઉપર વારંવાર ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

આજથી નવ દિવસ સુધી ભોગ બનનારને એસયુવીમાં રાખવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યના પ્રભુત્વ હેઠળ ભોગ બનેલીના મેડિકલ તપાસના રિપોર્ટ જારી કરવામાં વિલંબ કરનાર સ્થાનિક પોલીસની ભૂમિકામાં તપાસ કરવામાં આવી રહી છે. એપ્રિલ મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય સામે પગલા ન લેવા બદલ ઉત્તરપ્રદેશ પોલીસની ઝાટકણી કાઢવામાં આવી હતી. લોકોમાં ભારે ધાંધલ ધમાલ થયા બાદ અને આ મામલાએ હોબાળો મચાવ્યા બાદ સેંગરની મુશ્કેલી વધી હતી.