loader

Breaking News


Home > Gujarat > અંબાજી મેળામાં શ્રદ્ધાળુનો અભૂતપૂર્વ ધસારો યથાવત


Foto

અંબાજી મેળામાં શ્રદ્ધાળુનો અભૂતપૂર્વ ધસારો યથાવત

Sept. 22, 2018, 3:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અંબાજી : યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ આજે મેળાના ત્રીજા દિવસે યાત્રીકોની કુલ સંખ્યા ૧૩ લાખથી વધુ પહોંચી ગઈ હતી. ખેડબ્રહ્મા તરફથી યાત્રીકોની ભરચક સંખ્યા અંબાજી તરફ શ્રદ્ધા અને ભક્તિના સથવારે આગળ વધી રહી છે. દાતાથી અંબાજી તરફ પણ યાત્રીકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અંબાજી મેળા પ્રસંગે અંબાજી જતા તમમ રસ્તાઓ ઉપર શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક આગળ વધી રહ્યા છે. બીજી બાજુ માતાના દર્શન માટે પણ લાંબી લાઈનો અકબંધ રહી છે. રસ્તાઓ ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે.

માઈભક્તો દ્વારા રસ્તાઓ ઉપર ઠેર ઠેર ચા-પાણી, નાસ્તા, વિસામો, જમવાની વ્યાપક સુવિધા ગોઠવામાં આવી છે. અંબાજી મેળા ઉપર કલેક્ટર સંદીપ સાગલેની સીધી નજર રહેલી છે. મેળાને સફળ બનાવવા તમામ તૈયારીઓ કરાઈ છે. શક્તિપીઠ આરાસુરીમાં મા અંબેનું અંબાજી ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનું અને અર્બુદાચલ આબુ પર્વત પર અદ્ધર (હોઠ)નો ભાગ પડ્યો હોવાનું માનવામાં આવે છે. અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આજે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.