loader

Breaking News


Home > National > મોદી સરકાર સાથે કામ કરે ઊર્જિત પટેલ અથવા રાજીનામુ આપી દે : સ્વદેશી જાગરણ મંચ


Foto

મોદી સરકાર સાથે કામ કરે ઊર્જિત પટેલ અથવા રાજીનામુ આપી દે : સ્વદેશી જાગરણ મંચ

Nov. 1, 2018, 1:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક વચ્ચે હાલ સ્થિતિ અસામાન્ય બની રહી છે. પાછલા થોડા દિવસોમાં ઘણા સ્પષ્ટ સંકેતો જોવા મળ્યા છે જેમાં સાફ થાય છે કે રિઝર્વ બેન્ક અને સરકાર વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે સ્વદેશી જાગરણ મંચ કે જે આરએસએસ સાથે સંકળાયેલ એક સંસ્થા છે તેણે ઉર્જિત પટેલ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

સ્વદેશી જાગરણ મંચે બુધવારે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના ગવર્નરને સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ, નહીં તો તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી દે. મંચના કો-કોઓર્ડિનેટર અશ્વિની મહાજનના જણાવ્યા પ્રમાણે, "આરબીઆઇના ગવર્નરને સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ અથવા તે રાજીનામું આપી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નરની સાથે સાથે અન્ય અધિકારીઓએ પણ સરકાર સાથેના મતભેદ હોવા અંગે જાહેરમાં બોલવાનું ટાળવું જોઈએ. મહાજનએ જણાવ્યું હતું કે સરકાર સાથેના કોઈપણ મુદ્દા અંગે મતભેદ હોય તો, તે જાહેરમાં નહીં પરંતુ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જાહેર કરવા જોઈએ.