loader

Breaking News


Home > National > ઊર્જિત પટેલનું રાજીનામું નહીં લેવાય, મતભેદો દૂર કરવાનાં પ્રયાસોમાં લાગી સરકાર


Foto

ઊર્જિત પટેલનું રાજીનામું નહીં લેવાય, મતભેદો દૂર કરવાનાં પ્રયાસોમાં લાગી સરકાર

Nov. 6, 2018, 11:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : સરકારે રિઝર્વ બેન્ક સાથે મતભેદ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પાસે હવે રાજીનામું આપવાનું કહેવાશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે જે મતભેદ થયા છે તે સામાન્ય છે અને ઘણી સરકારોએ અગાઉનાં સમયમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.

લગભગ 10 દિવસ પહેલા સમાચાર હતી કે ઉર્જિત પટેલ ગવર્નર તરીકે રાજીનામું આપશે જો કે એક સરકારી અધિકારીએ કહ્યું છે કે ઉર્જિત પટેલનો કાર્યકાળ ઓગસ્ટ, 2019માં પૂર્ણ થાય છે. થોડા દિવસ પહેલા જ ચિંતિત રોકાણકારોને શાંત કરવાનો પ્રયત્ન કરતાં સરકારે કહ્યું હતું કે રિઝર્વ બેંકની સ્વાયત્તતા જરુરી છે અને તેને જાળવી રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક એક ડિપ્ટિ ગવર્નર વિરલ આચાર્ય દ્વારા બેંકની સ્વાયત્તતાનો મુદ્દો ઉભા થયા બાદ મોદી સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે મતભેદ ખુલીને સામે આવ્યા હતા. ડિપ્ટિ ગવર્નરે કહ્યું હતું કે જે સરકાર કેન્દ્રીય બેંકની સ્વાયત્તતાને સન્માન નથી આપતી , તેઓએ ઘણાં સમયથી નાણાંકીય બજારના ગુસ્સાનો ભોગ બનવું પડી રહ્યું છે.