loader

Breaking News


Home > Sports > યુએસ ઓપન ઃ નડાલ અને ફેડરરની કુચ હજુ પણ જારી


Foto

યુએસ ઓપન ઃ નડાલ અને ફેડરરની કુચ હજુ પણ જારી

Sept. 5, 2017, 7:10 a.m.
      Whatsapp   

ન્યુયોર્ક : યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમા રાફેલ નડાલ અને રોજર ફેડરરની આગેકુચ જારી રહી છે. બન્નેએ સરળતાથી પોત પોતાની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં આગેકુચ કરી હતી. પ્રથમ ક્રમાંકિત ખેલાજી નડાલે ચાર વર્ષમાં પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં કુચ કરી છે.

નડાલે તેના હરિફ ખેલાડી ડોલગોપોલોવ પર સીધા સેટામાં ૬-૨, ૬-૪ અને ૬-૧થી જીત મેળવી હતી. આવી જ રીતે ફેડરરે તેના હરિફ ખેલાડી પર ૬-૪, ૬-૨ અને ૭-૫થી જીત મેળવી હતી. નડાલે વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૩માં યુએસ ઓપન ટેનિસ સ્પર્ધા જીતી હતી.આ વખતે ઇજાના કારણે કેટલાક ટોપ સ્ટાર સ્પર્ધામાંથી ખસી ગયા છે.


જેમાં વર્તમાન ચેમ્પિયન સ્ટાન વાંવરિન્કાનો સમાવેશ થાય છે. ઉપરાંત બે વખત ચેમ્પિયન બની ચુકેલા નોવાક જાકોવિકે પણ નામ પાછુ ખેંચી લીધુ છે. એન્ડી મરે પણ છેલ્લી ઘડીએ ખસી ગયો હતો. જેથી હવે ફેડરર અને નડાલ હોટફેવરીટ દેખાઇ રહ્યા છે. આ વખતે યુએસ ઓપનમાં કુલ ઇનામી રકમ ૫૦૪૦૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે.

આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને પ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ સિગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રિચર્ડ સિર્સ, બિલ લાર્નેડ, બિલ ટિલ્ડનના નામે છે.

આ તમામ ત્રણેય ખેલાડીએ સાત વખત સિગલ્સ તાજ જીત્યો છે. એન્ડી મરે આ વખતે મેદાનમાં નથી. આવી સ્થિતિમાં રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે ઇપીક સેમિફાઇનલ મેચને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. સેમિફાઇનલમાં નડાલ અને ફેડરર આમને સામને આવશે તેવી આશા ટેનિસ પ્રેમીઓ રાખી રહ્યા છે. લાંબા ગાળા બાદ અને બંનેના ફોર્મને જોતા આ મેચ શક્ય બની શકે છે.