loader

Breaking News


Home > Health > ખરતા વાળ અટકાવવા ઘરગથ્થુ ઉપચાર અપનાવો


Foto

ખરતા વાળ અટકાવવા ઘરગથ્થુ ઉપચાર અપનાવો

Aug. 8, 2018, 12:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ખરતા વાળ એ માત્ર પુરુષોની સમસ્યા નથી, ઘણી સ્ત્રીઓ પણ આ પરેશાનીનો સામનો કરે છે. મોટા ભાગનાં લોકોનાં માથાની આગળનાં ભાગની લાઈન પરથી વાળ ખરવા અને કપાળની ઉપર અને બાજુએથી વાળ ઓછા થતા જાય છે.



કેમિકલનાં વધુ વપરાશને કારણે આ સ્થિતિ સર્જાય છે. તમારા વાળને ટાઈટ પોનીમાં વાળવાથી પણ આ હિસ્સાનાં વાળ ખરી જતા હોય છે. વાળને ટાઈટ બાંધવાથી વાળ કપાળથી વિરુદ્ધ દિશામાં ખેંચાવાથી વાળ તૂટે છે. પણ આ વાળને ફરીથી ઉગાડી શકાય છે. આ રહી તેના માટે ખાસ ટિપ્સ.

હર્બલ શેમ્પૂ વાપરો

તમારે હર્બલ શેમ્પૂ વાપરવું જોઈએ. જેમાં ચેમોમાઈલ, એલોવેરા, જીનસેંગ, હોર્સટેલ, રોઝમેરી, બાયોટિન, સિલિકા અને વિટામીન ઈ હોય. આ બધા પદાર્થો સ્વસ્થ વાળને ઉગાડવા માટે ઉપયોગી છે.

હર્બલ શેમ્પૂ વાપર્યા બાદ તમારા વાળ પર કંડિશનર જરૂરથી વાપરો

તમારા માથાની ત્વચા અને વાળ બંનેમાં કંડિશનર લગાડો જેમાં એમિનો એસિડ, બાયોટિન, એલોવેરા, જીનસેંગ અને ગ્રીન ટી હોય. આનાથી વાળ મજબૂત અને ઘાટા થાય છે. કંડિશનર લગાડ્યા બાદ તેને ૧૫-૩૦ મિનિટ સુધી વાળમાં લગાડી રાખો.

વાળને હળવેથી સૂકાવો

વાળ ધોયા બાદ તેને ટોવેલથી ઝાટકીને ન સૂકવો. તેના બદલે નરમ ટોવેલની મદદથી સૂકાવો અને ભીના વાળને બાંધો નહીં.

નાળિયેરનું તેલ લગાડો જેમાં રોઝમેરી અને લેવેન્ડર ઓઈલ મિક્સ કરેલું હોય

૨ ઔં શ કોકોનેટ ઓઈલમાં ૧૦ ટીંપા રોઝમેરી ઓઈલ અને ૧૦ ટીંપા લેવેન્ડર ઓઈલ મિક્સ કરો. આ તેલ વડે માથા પર મસાજ કરો.