loader

Breaking News


Home > National > UP - બિહાર - ઝારખંડમાં 15 બેઠકોમાં સમેટાઈ જશે ભાજપ, તેજસ્વી યાદવનો દાવો


Foto

UP - બિહાર - ઝારખંડમાં 15 બેઠકોમાં સમેટાઈ જશે ભાજપ, તેજસ્વી યાદવનો દાવો

Sept. 15, 2018, 5:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદવાદ : દિલ્હીમાં એક પ્રોગ્રામમાં બિહારનાં પૂર નાયબ મુખ્યમંત્રી અને રાજદ નેતા તેજસ્વી યાદવ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ દરેક સવાલનો બેબાક અંદાજમાં જવાબ આપતા કહ્યું હતું કે એ ભાજપ 2019 માં સત્તામાં પરત નહીં આવે. યુપી, બિહાર અને ઝારખંડમાં ભાજપને 100 લોકસભા બેઠકોનું નુકશાન થશે.

તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે યુપી, બિહાર અને ઝારખંડથી ભાજપને 2014 માં 115 લોકસભા બેઠકો મળી હતી પરંતુ 2019 માં 100 બેઠકોનું નુકશાન થશે.ભાજપ એકલે હાથે બહુમતી મેળવી શકે તે વાત તો દૂર પરંતુ સત્તા પણ મેળવી શકે તેમ નથી. આ રીતે જોવા જઈએ તો ભાજપ લગભગ 15 બેઠકોમાં સમેટાઈ જશે. તમને જણાવી દઈએ કે બિહારમાં 40 અને ઝારખંડમાં લોકસભાની 16 બેઠકો છે આ રીતે કુલ 134 બેઠકો થાય છે. 2014 ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ આ ત્રણ રાજ્યોમાં 115 બેઠકો મેળવી હતી.