loader

Breaking News


Home > National > ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી, અખિલેશ યાદવનાં આકરા પ્રહાર


Foto

ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી, અખિલેશ યાદવનાં આકરા પ્રહાર

July 10, 2018, 10:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્ય્સ્ખ અખિલેશ યાદવે બાગપત જેલમાં થયેલા મુન્ના બજરંગીની હત્યા પર આકરા પ્રહાર કર્યા હતા. અખિલેશ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આજે યુપીમાં નાં કાયદો બચ્યો છે ના તો વ્યવસ્થા. દરેકબાજુથી દહેશતનું વાતાવરણ છે. અપરાધીઓનાં હોંસલા એટલા બુલંદ થઇ ગયા છે કે તેઓ જેલમાં પણ હત્યાઓ કરાવી રહ્યા છે. આ સરકારની નિષ્ફળતા છે. પ્રદેશની જનતા આ ભયના માહોલમાં ઘણી ડરેલી છે. પ્રદેશે આ પ્રકારનું કુશાસન અને અરાજકતાનો સમય અગાઉ કોઈ દિવસ નથી જોયો.

બીજી બાજુ આ હત્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે બાગપત જીલ્લા જેલનાં જેલર, ડેપ્યુટી જેલર સહીત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને ન્યાયિક તપાસનાં આદેશ આપ્યા છે. CM યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જેલ પરિસરમાં થનારી આવી ઘટનાઓ ઘણી ગંભીર બાબત કહેવાય. જવાબદાર લોકો સામે તપાસ બાદ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.