loader

Breaking News


Home > Gujarat > વડોદરાઃ ભાજપમાં ભારે ભડકો, સતત અવગણનાથી ત્રણ ધારાસભ્યો લાલઘૂમ


Foto

વડોદરાઃ ભાજપમાં ભારે ભડકો, સતત અવગણનાથી ત્રણ ધારાસભ્યો લાલઘૂમ

June 28, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વડોદરા : આજે રાજનીતિક પાર્ટીઓ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીને ધ્યાને લઇને તૈયારીઓ બતાવી રહ્યા છે. ત્યારે બીજેપીમાં બળવાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાનાં ત્રણ ધારાસભ્ય પોતાની થતી ઉપેક્ષાને લઇને બળવાનાં મૂડમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.



ધારાસભ્યોનાં કહેવા અનુસાર અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા અમારી સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઇને ધારાસભ્યો ગુજરાતમાં મોટો ઉલટફેર કરે તેવુ સુત્રો દ્વારા જાણવા મળેલ છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આવા ૨૭ જેટલા ધારાસભ્યો છે જે સરકાર અને સંગઠન સામે બંડ પોકારવા સક્રિય બન્યા છે. વડોદરા સરકીટ હાઉસ ખાતે માંજલપુર મત વિસ્તારનાં ધારાસભ્ય યોગેશ પટેલ, સાવલી મત વિસ્તારનાં ધારાસભ્ય કેતન ઇનામદાર અને વાઘોડિયા મત વિસ્તારનાં મધુ શ્રીવાસ્તવે બંધ બારણે બેઠક કરી ગુજરાતની રૂપાણી સરકારને હલાવી દીધી છે.

ધારાસભ્યોનો આક્ષેપ છે કે, અમારા મતવિસ્તારનાં લોકો અમારી પાસે અપેક્ષા રાખે છે અને અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ પરંતુ જો અમારી જ કામ ન થતા હોય તો પ્રજાનાં કામ કેવી રીતે થઇ શકે છે. અમે જ્યારે અમારા મતવિસ્તારનાં પ્રશ્નોની રજૂઆત કરવા જઇએ છીએ, પરંતુ અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા અમારી સતત ઉપેક્ષા થઇ રહી છે.