loader

Breaking News


Home > National > નરેન્દ્ર મોદી અને અમિત શાહે BJP પ્રદેશ અધ્યક્ષોને સોંપ્યા વાજપેયીનાં અસ્થિ કળશ


Foto

નરેન્દ્ર મોદી અને અમિત શાહે BJP પ્રદેશ અધ્યક્ષોને સોંપ્યા વાજપેયીનાં અસ્થિ કળશ

Aug. 22, 2018, 12:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અસ્થિ કળશને દેશની વિવિધ નદીઓમાં વિસર્જન કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષોને આજે સોંપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે પાર્ટીની જૂની ઓફિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભાજપનાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ અધ્યક્ષોને વાજપેયીનાં અસ્થિ કળશ સોંપ્યા હતા.

પ્રધાનમંત્રી મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે અલગ અલાહ પ્રદેશ અધ્યક્ષોને અસ્થિ કળશ સોંપ્યા હતા. પ્રધાનમંત્રી સાથે સુષ્મા સ્વરાજ, રાજનાથસિંહ સહીત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીનાં દતક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય પણ અસ્થિ કળશ સોંપવાનાં સમયે હાજર રહ્યાં હતા. આ અગાઉ વાજપેયીનાં અસ્થિ કળશનું હરદ્વારમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.