loader

Breaking News


Home > National > આજે દિલ્હીમાં નીકળશે વાજપેયીની અંતિમ યાત્રા, પાર્થિવ દેહ ભાજપ મુખ્યાલયે લવાશે


Foto

આજે દિલ્હીમાં નીકળશે વાજપેયીની અંતિમ યાત્રા, પાર્થિવ દેહ ભાજપ મુખ્યાલયે લવાશે

Aug. 17, 2018, 10:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું એઈમ્સમાં ગુરુવારે નિધન થયું હતું. વાજપેયીનાં નિધન બાદ તેમનાં પાર્થિવ શરીરને કૃષ્ણ મેનન માર્ગ સ્થિત તેમનાં નિવાસ પર રાખવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શુક્રવારે સવારે તેમનાં પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે દિન દયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત ભાજપ મુખ્યાલય પર લાવવામાં આવશે. ત્યારબાદ બપોર બાદ અહીથી રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ સુધી વાજપેયીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ વગરે ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યાલય પર પહોંચ્યા હતા. થોડીવારમાં અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ ભાજપ મુખ્યાલય પર લાવવામાં આવશે તેમજ અહી જ તેમનાં અંતિમ દર્શન કરવામાં આવશે.

આજે સાંજે ચાર વાગ્યે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અટલ બિહારી વાજપેયીનાં નિધન બાદ ભારત સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત ઘણી રાજ્ય સરકારોએ પણ સાત દિવસનો શોક જાહેર કર્યો છે.