loader

Breaking News


Home > Gujarat > વજુભાઇએ પોતાનું વાંજુ વગાડતા કોંગ્રેસે કરી નિવાસસ્થાને હલ્લાબોલ


Foto

વજુભાઇએ પોતાનું વાંજુ વગાડતા કોંગ્રેસે કરી નિવાસસ્થાને હલ્લાબોલ

May 20, 2018, 12:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : કર્નાટક ચુંટણીનાં નાટ્યાસ્પદ પરિણામ બાદ રાજ્યપાલ વજુભાઇ વાળાની ભૂમિકા પર વિપક્ષ હલ્લાબોલ કરી છે. વજુભાઇ વાળાનાં ઘર રાજકોટમાં ગુજરાત કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ કાર્યકરો દ્વારા “વાળાજી તુમને યે ક્યા કિયા, લોકશાહી કા ખૂન કિયા”નાં સુત્રોચ્ચાર કરાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કોંગ્રેસનાં આગેવાનોની ધરપકડ કરી હતી.



કર્નાટકમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતા જોડ તોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. અહી ભાજપ 104 સીટો સાથે સૌથી વધુ સીટો જીતનાર પક્ષ બન્યો છે પરંતુ સ્પષ્ટ બહુમતી માટે 112 સીટોની જરૂર હોવાથી કોઇ પણ પક્ષ સ્પષ્ટપણે સરકાર બનાવી શકે તેમ ન હોવા છતા રાજ્યપાલ વજુભાઇ વાળાએ વધુ સીટો મેળવનાર પક્ષ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ કરતા દેશભરમાં વિરોધપક્ષ એક સાથે આવી વિરોધ દેખાડી રહ્યો છે. જો કે આ બાબતે પોલીસે ગંભીરતા લઇને વજુભાઇ વાળાનાં ઘરની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.

કર્નાટકમાં ભાજપ પાસે બહુમતી ન હોવા છતા રાજ્યપાલ વજુભાઇ વાળાએ તેમને સરકાર બનાવવા પહેલા આમંત્રણ આપતા કોંગ્રેસે ભાજપ અને વજુભાઇ વાળા પર આક્ષેપો લગાવ્યા હતા. કોંગ્રેસે દેખાવો કરતા સુત્રોચ્ચાર કર્યા, “લોકશાહી બચાવો દેશ બચાવો, ભાજપ તેરી ગુંડાગીરી નહી ચલેંગી નહી ચલેંગી, ભાજપ તારો ભ્રષ્ટાચાર બની ગયો શિષ્ટાચાર”.