loader

Breaking News


Home > National > વારાણસી : પુલ દુર્ઘટનામાં મોતનો આંકડો ૨૧ ને પાર, મૃતકોને 5 લાખની સહાય


Foto

વારાણસી : પુલ દુર્ઘટનામાં મોતનો આંકડો ૨૧ ને પાર, મૃતકોને 5 લાખની સહાય

May 17, 2018, 5:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વારાણસી : વારાણસીના કેન્ટ વિસ્તારમાં નિર્માણ હેઠળનો પુલ ધરાશાયી થવાની ઘટનામાં મોતનો આંકડો આજે વધીને 21 ઉપર પહોંચી ગયો હતો. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ સરકારે ઘટનાના મામલે તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેને આગામી ૪૮ કલાકમાં રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે આ બનાવમાં માર્યા ગયેલા લોકોને પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવા અને ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કેન્ટ ક્ષેત્રમાં ફ્લાયઓવરના નિર્માણનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. ગઇકાલે સાંજે એકાએક પુલનો એક હિસ્સો ધરાશાયી થઇને પડી ગયો હતો જેની નીચે અનેક ગાડીઓ દબાઈ ગઈ હતી. કેટલાક લોકો પણ પુલની નીચે દટાઈ ગયા હતા. 21 થી વધુ લોકોના મોતને સમર્થન મળી ચુક્યું છે. કાટમાળની નીચે અનેક કાર, ઓટો, ટુ વ્હીલર્સ ફસાઈ ગયા હતા.

કેન્ટ રેલવે સ્ટેશનની પાસે બનેલા આ બનાવમાં નીચે અનેક ગાડીઓ ઉભેલી હતી જેમને ભારે નુકસાન થયું હતુ. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામગીરીમાં લાગી ગઈ હતી. વડાપ્રધાને યોગી સાથે ફોન પર વાત કરીને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.