loader

Breaking News


Home > Gujarat > ઘરેલૂં હિંસા અધિનિયમ ૨૦૦૫ ની વિવિધ કલમોને હવનમાં સ્વાહા કરી પુરુષ આઝાદ દિન મનાવાયો


Foto

ઘરેલૂં હિંસા અધિનિયમ ૨૦૦૫ ની વિવિધ કલમોને હવનમાં સ્વાહા કરી પુરુષ આઝાદ દિન મનાવાયો

June 25, 2018, 2:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મહિલાઓના ન્યાય અપાવવા હિતોની સુરક્ષા માટે સરકારી યોજના લાખોની સંખ્યામાં એન.જી.ઓ. વોંટબેંક ની લાલચમાં નેતાઓ , મંત્રીઓ, સરકારો દેશ ભરમાં કામ કરી રહી છે, દેશમાં લાગુ કરાયેલ ઘરેલુંહિંસા ના વધતા જતા દુરોપયોગ ને કારણે નેશનલ ક્રાઇમ બ્યુરો ના રેકોર્ડ પ્રમાણે દેશ માં ૫૮ હજાર થી વધુ પુરુષો એ આત્મ હત્યા કરી છે જેની સામે મહિલાઓ ની સંખ્યા ૩૦ હજાર છે રોજ હજારો ની સંખ્યામાં યુવાનો આત્મ હત્યા કરી રહ્યા છે યુવાનો ના પરિવાર બર્બાદ થઇ રહ્યા છે, સરકારો મહિલા વોટબેંક ની લાલચમાં ફકત ને ફકત એજન્ડાના ભાગ રુપે મહિલા મહિલા પોકારી ને પુરુષોને ગુલામ બનાવી રહી છે, આ અત્યાચાર સામે એક માત્ર અખિલ ભારતીય પત્ની અત્યાતાર વિરોધી સંઘ ૨૦ વર્ષ થી અન્યાયી કાનૂન ની વિરોધ માં લડતા લડતા ૨૧ માં વર્ષ પ્રવેશી ને સંસ્થાનો જન્મ દિન ને કાનૂન ની આઇ.પી.સી. ૪૯૮-એ , સી.આર.પીસી.૧૨૫, ૨૪ . એચ.એમ.એ. ૪૦૬ , ૩૦૬ બી, ને હવન ના કાર્યક્રમ આયોજીત કરીને ઘરેલૂં હિંસા કાનૂન ૨૦૦૫ ને સ્વાહ કરી “ પત્ની પિડીત પુરુષ આઝાદ દિન “ તરીકે અસારવા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

૨૧ માં વર્ષ ના પ્રવેશ નિમીતે અસારવા ખાતે ઘરેલુંહિસા ૨૦૦૫ ના અન્યાયી કાનૂની થી પત્ની પિડીત પરિવારોની હાજરીમાં કેક કાપી પાંજરા માં બંધ નિર્દોષ પક્ષીઓને આકાશમા ઉડાડી ઉજવણી કરતા સંસ્થાના પ્રમુખ દશરથ દેવડા એ જાણકારી આપતા જણાવેલ કે દેશ ભરમાં ઘરેલું હિંસા નો કેસ મહિલાઓ દ્વારા કરાયા બાદ પતિયો અને તેના પરિવારો એટલા દુખી અને આઘાત માં જતા રહે છે કે પરિવાર સ્વર્ગ માંથી નર્ક માં ફેરવાઇ ગયાની ભાવના મહેસુસ કરે છે.

કોઇ પ્રસંગ કે ઉત્સવ ઘરોમાં ઉજવી શકતા નથી પતિયોં એટલા દુખી હોય છે માતા પિતા પરિવારજનોં માટે આઝાદી શું હોય છે હસ્વાનું ભુલાઇ જાય છે સમાજના લગ્ન પ્રસંગોં માં જવાનું ટાળે છે, ગુલામીની મહેસુસ થાય છે , જેમને આઝાદીનો અહેસાસ કરાવા હસ્વા માટે ૨૦ વર્ષ થી પત્ની પિડીત પુરુષ આઝાદ દિન તરીકે ૨૩ જૂન સંસ્થાના સ્થાપના દિને કાર્યક્રર્મ આયોજિત કરવામાં આવી રહ્યો છે, આજે પણ દેશ અને ગુજરાત ભરના માંથી લોકો આવી રહ્યા છે, લગાતાર દુખી પતિયો ની સંખ્યા વધી રહી છે, સંસ્થામાં ૬૦ હજાર જેટલા દુખી પતિયો રજીસ્ટર્ડ છે, મહિલા અધિનિયમ નો દુરઉપયોગ એટલી હદ્દે વધી ગયો છે કે સભ્ય સમાજના પુરુષોની મદદ કરનાર મહિલાઓ ને પત્નીયો દ્વારા ઘસેડીને આરોપી બનાવી દેવાય છે મહિલાના ખોટા આરોપોથી વ્યથિત વંદના શ્રીમાળી એ જણાવ્યું કે પોતે સમાજ સેવીકા છે તેમના પાસે દુખી ફરીયાદ દુખી પતીને કાનૂની મદદ કરતા મહિલા અધિનિયમ નો દુરઉપયોગ કરતા તેમની ઉપર પણ ફરીયાદ કરતા પોતે ધર્મ ના ધકકા ખાઇ રહ્યા છે આ સાથે શ્રીમાળીએ જણાવેલ કે જે દેશમાં નારી તુમ નારાયળી માનવામાં આવે છે તે સમાજ માં રાજનિતી પાર્ટીયો એ મહિલા વોટોં ની લાલચ માં એક તરફી કાનૂન બનાવતા મહિલાઓ જ દુરઉપયોગ કરી રહી છે જેની ઉપર લગામ લગાવવું જરૂરી છે માટે પુરુષ આયોગ ની માંગણી કરી હતી.