loader

Breaking News


Home > Bollywood > વરૂણ ધવન જુડવા-૨ના પ્રમોશનમાં હવે વ્યસ્ત


Foto

વરૂણ ધવન જુડવા-૨ના પ્રમોશનમાં હવે વ્યસ્ત

Sept. 27, 2017, 9:47 a.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડના ઉભરતા સ્ટાર વરૂણ ધવને કહ્યુ છે કે સુપરસ્ટાર બનવામાં હજુ બીજા ૧૫ વર્ષ લાગી જશે. હાલમાં પોતાની જુડવા-૨ ફિલ્મને લઇને વ્યસ્ત રહેલા વરૂણ ધવને કહ્યુ છે કે ભલે તેની સાથે શરૂઆતથી લઇને હજુ સુધી સતત આઠ ફિલ્મો સફળ રહી છે પરંતુ પોતાને સુપરસ્ટાર તરીકે સાબિત કરવામાં તેને ખુબ સમય લાગનાર છે. તે હાલમાં પોતાને સુપરસ્ટાર તરીકે ગણતો નથી.



વરૂણે કહ્યુ છે કે બદલાઇ રહેલા સમયની સાથે ચાલવા માટે તે તૈયાર છે. તેનુ કહેવુ છે કે રજનિકાંત, સલમાન ખાન, આમીર ખાન, અને શાહરૂખ ખાન જેવા લોકો પણ છે. તેને આ સુપરસ્ટાર જેવા બનવા માટે ખુબ સમયની જરૂર છે.

આ ૧૫ વર્ષમાં સતત સારી અને સફળ ફિલ્મો આપવી પડશે. હાલમાં તો શરૂઆત થઇ છે. તેનુ કહેવુ છે કે સલમાન ખાનને લઇને જુડવા બનાવવામાં આવી હતી તે ગાળાને ૨૦ વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મને ફરીથી બનાવવાની બાબત કોઇ સરળ બાબત ન હતી. જેથી ફિલ્મમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જુડવા-૨ ફિલ્મમાં નવા ડાયલોગ અને પટકથાની સાથે વધારે રોમાંચક બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. લોકોને ભરપુર મનોરંજન મળે તે હેતુથી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.તેનુ એમ પણ કહેવુ છે કે ફિલ્મને કોઇ સામાજિક સંદેશો આપવાના હેતુથી બનાવવામાં આવી નથી. ફિલ્મ કોઇ વિચારધારાની સાથે જાવા માટે ન જવા અમે કહી રહ્યા છીએ.

માત્ર મનોરંજનના હેતુથી ફિલ્મ બનાવવામાં આવી છે. તેનુ કહેવુ છે કે સલમાન ખાન જેવા સુપરસ્ટારઅને તેના પિતાની ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. જેથી તેના પર ભારે દબાણ છે. તેની અગાઉ આઠ ફિલ્મો હિટ સાબિત થઇ છે. ફિલ્મના પ્રમોશનમાં તમામ કલાકારો વ્યસ્ત છે.