loader

Breaking News


Home > Bollywood > જુડવા-2 ને સફળતા મળતા વરૂણ હાલ ખુબ ખુશ


Foto

જુડવા-2 ને સફળતા મળતા વરૂણ હાલ ખુબ ખુશ

Oct. 4, 2017, 3:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : જુડવા-૨ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળ્યા બાદ વરૂણ ધવન ભારે ખુશ દેખાઇ રહ્યો છે. આ ફિલ્મ ૧૦૦ કરોડની આવક મેળવી લેવાની દિશામાં છે. વરૂણની ફિલ્મ દેશમાં તમામ વર્ગના લોકોને પસંદ પડી રહી છે. ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને તાપ્સી પન્નુની ભૂમિકા છે. ફિલ્મોમાં સગાવાદ અને ભાઇ ભત્રીજાવાદની  સ્થિતિ હોવાનો દાવો કંગના રાણાવતે કર્યા બાદથી ભારે ચર્ચા જાવા મળી રહી છે. આ ચર્ચામાં હવે વરૂણ ધવન પણ કુદી ગયો છે.


વરૂણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તે માનતો નથી કે હિન્દી ફિલ્મોમાં સગાવાદની સ્થિતિ તેનુ કહેવુ છે કે તેને આવુ ક્યારેય લાગ્યુ નથી. તેમના ટોક શોમાં ફિલ્મ નિર્માતા કરણ જાહર સમક્ષ કંગના રાણાવતે વાત કરીને નવી ચર્ચા જગાવી હતી. કગંનાએ એમ કહીને ચર્ચા જગાવી હતી કે બોલિવુડમાં સગાવાદની સ્થિતિ પ્રવર્તે છે.

નવા અનેક નિર્દેશકોને પણ લોંચ કરવામાં આવી ચુક્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં સગાવાદની સ્થિતિ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ૨૮ વર્ષીય વરૂણ ધવને કહ્યુ છે કે તે આવુ માનતો નથી. કંગના રાણાવતની પ્રશંસા કરતા વરૂણ કહે છે કે તે ખુબ કુશળ અભિનેત્રી છે. તેની સ્ટાઇલ અને તેના પાવરથી તમામ લોકો વાકેફ છે.

કંગના રાણાવત બોલિવુડમાં એકલા હાથે ફિલ્મને હિટ કરાવવા માટે જાણીતી રહી છે. તેની રિવોલ્વર રાની અને ક્વીન ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. તેની છેલ્લી ફિલ્મ સિમરન રહી હતી. જે બોક્સ ઓફિસ પર વધારે સારો કારોબાર કરી શકી નથી પરંતુ આ ફિલ્મમાં પણ તેની એક્ટિંગ કુશળતાની જારદાર નોંધ લેવામાં આવી હતી. કંગના રાણાવત થોડાક સમય પહેલા રિતિક રોશન સાથે સંબંધને લઇને પણ ચર્ચામાં રહી હતી. વરૂણ ધવન પિતા ડેવિડ ધવનની ફિલ્મને લઇને ભારે ખુશ છે.

આ ફિલ્મ કોમેડીની સાથે સાથે તેના ગીતોના કારણે હિટ થઇ છે. યુવા પેઢી આ ફિલ્મને વધારે પસંદ કરી રહ્યા હોવાના હેવાલ મળી રહ્યા છે.

https://www.facebook.com/manavmitranews/