loader

Breaking News


Home > International > વેનેઝુએલા ઓછા ભાવે ક્રૂડ ઓઇલ આપવા તૈયાર, મુકી આ શરતો


Foto

વેનેઝુએલા ઓછા ભાવે ક્રૂડ ઓઇલ આપવા તૈયાર, મુકી આ શરતો

Nov. 7, 2018, 10:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મોદી સરકાર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વનો સૌથી મોટો ક્રૂડ તેલનો ભંડાર ધરાવનારા વેનેઝુએલાએ ભારતને એક આકર્ષક ઓફર આપી અને જણાવ્યું છે કે ભારત દ્વારા ક્રૂડ તેલની આયાત માટે તેની કરન્સી પેટ્રોનો ઉપયોગ કરવામાં આવે તો વેનેઝુએલા કમસે કમ ૩૦ ટકા સસ્તું ક્રૂડ તેલ આપવા તૈયાર છે.



વેનેઝુએલાએ તાજેતરમાં ન્યૂ બ્લોકચેન આધારિત કરન્સી પેટ્રો અમલી બનાવી છે. ભારત વેનેઝુએલાની આ ઓફર સ્વીકારી લે તો તેને ખૂબ લાભ થઈ શકે છે. કારણ કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતનાં ૮૦ ટકા ક્રૂડ તેલની આયાત કરવામાં આવે છે. ભારત દ્વારા વેનેઝુએલામાંથી ક્રૂડ તેલની મોટે પાયે આયાત કરવામાં આવે તો તેનાથી ભાવ ઘટવાથી સ્થાનિક વપરાશકારોને અને રાષ્ટ્રને પણ ફાયદો થઈ શકે છે. વિશ્વમાં કોઈ દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હોય એવી પેટ્રો સૌપ્રથમ ક્રિપ્ટો કરન્સી છે. વેનેઝુએલામાં ક્રૂડ તેલનો વિશાળ ભંડાર છે અને તેનું અર્થતંત્ર મોટેભાગે તેની ઉપર જ નિર્ભર છે. વેનેઝુએલામાં ૩૦૦ અબજ બેરલનો અનામત ક્રૂડ તેલનો ભંડાર ધરાવે છે. સાઉદી અરેબીયા બીજા સ્થાને છે અને તેની પાસે ૨૬૬ અબજ બેરલનો અનામત ક્રૂડ તેલનો ભંડાર છે.

વેનેઝુએલાનાં બ્લોકચેન ડિપાર્ટમેન્ટની એક ટીમ ગયા મહિને ભારતની મુલાકાતે આવી હતી. દિલ્હીની બિટકોઇન ટ્રેડિંગ કંપની કોઈનસિક્યોર સાથે આ ટીમે એક સોદો પણ કર્યો હતો. વેનેઝુએલાનાં એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈનસિક્યોર મારફત ભારતમાં પેટ્રોમાં રોકાણ કરવા ખાનગીક્ષેત્ર દિલચશ્પી દર્શાવી ચૂક્યા છે. ભારતીય ખાનગી ક્ષેત્ર તરફથી અમને સારો પ્રતિસાદ મળ્યો હતો એમ આ અધિકારીએ જણાવ્યું હતું. વેનેઝુએલાએ પેટ્રો દ્વારા ક્રૂડ તેલની ખરીદી કરવામાં આવે તો ભારતને ૩૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ કરવામાં આવી છે. પેટ્રો દ્વારા અત્યાર સુધીમાં ૩.૮ અબજ ડોલરની રકમ મેળવાઈ ચૂકી છે. ૧૨૭ દેશોએ પેટ્રોમાં રસ દર્શાવ્યો છે. વેનેઝુએલામાં ૨૦મી મેના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પેટ્રોને બજારમાં મૂકવામાં આવશે.