loader

Breaking News


Home > National > સંત રામપાલ મામલે આજે ચુકાદો, હિસારમાં કલમ - 144 લાગુ


Foto

સંત રામપાલ મામલે આજે ચુકાદો, હિસારમાં કલમ - 144 લાગુ

Oct. 11, 2018, 10:35 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બાબા રામપાલથી જોડાયેલ સતલોક આશ્રમ મુદ્દે ગુરુવારે અદાલત પોતાનો ચુકાદો આપશે. કોર્ટનાં ચુકાદા પહેલાં હરિયાણાનાં હિસાર શહેરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈપણ સંભવિત બબાલ, હિંસા અને તોડફોડ જેવી ઘટનાઓને રોકવા માટે પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા બનાવી છે. હિસાર જિલ્લામાં ધારા - 144 લાગુ કરવામાં આવી છે.

કોર્ટ પરિસરની ચારેબાજુ ત્રણ કિલોમીટર સુધી સુરક્ષાનો ઘેરો બનાવવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થા તોડીને કોઈપણ વ્યક્તિ અંદર નહીં ઘુસી શકે. આ કેસની સુનાવણીના 48 કલાક અગાઉ જ જિલ્લાની સરહદો સીલ કરી દેવામાં આવી છે જેને કારણે રામપાલના સમર્થકો શહેરમાં પ્રવેશ ના કરી શકે. ઉલ્લેખનીય છે કે ગુરમીત રામરહીમની સુનાવણી વખતે તેનાં સમર્થકોએ પંચકુલામાં મોટા પાયે હિંસા આચરી હતી જેને કારણે સત્તાધીશો હવે કોઈ જોખમ ખેડવા માંગતા નથી.