loader

Breaking News


Home > Gujarat > ઈ-મેમોના પહેલા જ દિવસે અમદાવાદમાં ૧૦૦૦ ચલણ જનરેટ થયા


Foto

ઈ-મેમોના પહેલા જ દિવસે અમદાવાદમાં ૧૦૦૦ ચલણ જનરેટ થયા

April 17, 2018, 1:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, વડોદરા તેમજ સુરતમાં ૧૫ એપ્રિલથી ફરી ઈ- મેમો સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. ત્રણેક મહિના બંધ રહ્યા બાદ ફરી શરૂ થયેલા ઈ-મેમોના અમલના પહેલા જ દિવસે અમદાવાદીઓ ટ્રાફિક સિગ્નલને ફોલો કરતાં જાવા મળ્યા હતા. ગત વખતે ઈ-મેમો ઈશ્યૂ કરવામાં અનેક ગફલતો થઈ હોવાનું સામે આવ્યા બાદ આ વખતે બે વાર ચકાસણી કર્યાં બાદ જ મેમો મોકલવામાં આવશે.

મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ ઈ-મેમો મળતાં હોય છે. ગરમીમાં હેલ્મેટ ફાવતું ન હોવાનું બહાનું કાઢતા અમદાવાદીઓએ કેમેરામાં પકડાઈ ન જવાય તે ડરથી મોટાપાયે હેલ્મેટની ખરીદી પણ કરી છે. રસ્તાઓ પર હેલ્મેટની લારીઓ ઉપરાંત દુકાનોમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, માત્ર અમદાવાદમાં જ પહેલા દિવસે એક હજાર જેટલા ઈ- મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે.