loader

Breaking News


Home > Bollywood > ગાંધીનગર સિનેમેક્સમાં હુમલો કરનારા અસામાજીક તત્વોનો વીડિયો થયો લીક


Foto

ગાંધીનગર સિનેમેક્સમાં હુમલો કરનારા અસામાજીક તત્વોનો વીડિયો થયો લીક

Feb. 3, 2018, 6:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર સેક્ટર-11નાં સિનેમેક્સ મલ્ટીપ્લેક્સ ખાતે ગઇ કાલે અચાનક ત્રાટકેલા અસામાજીક તત્વો સીસીટીવીમાં કેદ થયા હતા. જેનો વીડીયો આજે લીક થતા લોકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ છે.




ગાંધીનગર જેવા શાંતિપૂર્ણ શહેરને અચાનક શુક્રવાર રાત્રીએ અમુક અસામાજીક તત્વોએ તોફાનમાં ફેરવી દીધુ હતુ. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ તોફાન કરવા પાછળનું કારણ પદ્માવત ફિલ્મનાં થઇ રહેલ વિરોધને બહાને લુટફાટ કરવાનો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અમુક અસામાજીક તત્વોએ અચાનક સિનેમેક્સની ટીકીટ બારીએ આવીને તોફોડ શરૂ કરી દીધી હતી. જો કે તેમાં કોઇને પણ ઇજા પહોચી નથી પરંતુ આ સમગ્ર ઘટનાને રાજપુતોને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હોય તેવુ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે.