loader

Breaking News


Home > Bollywood > Video : ભોજપુરી ગીતો પર નાચતી સપના ચૌધરીએ વેસ્ટર્ન અંદાજમાં કર્યો ડાંન્સ


Foto

Video : ભોજપુરી ગીતો પર નાચતી સપના ચૌધરીએ વેસ્ટર્ન અંદાજમાં કર્યો ડાંન્સ

July 16, 2018, 12:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભોજપુરી ગીતો પર પોતાના ડાંન્સથી લોકોને પાગલ કરતી સપના ચૌધરીએ હવે વેસ્ટર્ન અવતારમાં ડાંન્સ કરી તેના ફેન્સને ચોંકાવી દીધા હતા. સપનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે બોલીવુડનાં ગીતો પર ડાંન્સ કરતી જોવા મળી રહી છે.




બીગ બોસ-11ની કન્ટેસ્ટંન્ટ રહી ચુકેલી સપના ચૌધરી પોતાના લુક્સને લઇને ઘણો બદલાવ કરી રહી છે. હંમેશા સિંપલ ડ્રેસમાં દેખાતી સપના હવે વેસ્ટર્ન કપડા પહેરીને વધુ બોલ્ડ દેખાઇ રહી છે. તેણે પોતાના લુક્સમાં ચેન્જ લાવી ઘણા ફોટો પણ પડાવ્યા છે જેને જોઇ એક સમય માટે તમે પણ વિચારવા લાગશો કે શું ખરેખર આ સપના ચૌધરી જ છે? સપનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર મુકેલા વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સાથે તે છેલ્લા કેટલાક સમયથી મીડિયાને પોતાની તરફ ખેચવામાં પણ સફળ રહી છે.