loader

Breaking News


Home > National > છોકરીનાં સરેઆમ ફાડવામાં આવ્યાં કપડા, આસપાસ ઉભેલાઓએ લાજ બચાવવાની જગ્યાએ બનાવ્યો તેનો વીડિયો


Foto

છોકરીનાં સરેઆમ ફાડવામાં આવ્યાં કપડા, આસપાસ ઉભેલાઓએ લાજ બચાવવાની જગ્યાએ બનાવ્યો તેનો વીડિયો

April 30, 2018, 6:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશ હજુ કઠુઆ અને ઉન્નાવનાં દુષ્કર્મને ભુલ્યુ પણ નથી અને ફરી એક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. બિહારનાં જહાનાબાદની એક ઘટનાએ દેશને ફરી એકવાર શરમમાં મુકી દીધુ છે. અહીનો એક વીડિયો હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક નાની છોકરીની સાથે અમુક છોકરાઓ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા દેખાઇ રહ્યા છે.



છોકરી પોતાના બચાવમાં તે છોકરાઓને પગે પડે છે, તેમને વિનંતી કરે છે પણ હેવાનનું રૂપ ધારણ કરીને આવેલા આ છોકરાઓ સુધી તેની આ વિનંતી પહોચતી નથી. છોકરી તેના બચાવમાં મોચેથી ચીસો પણ પાડી, આસપાસનાં લોકો પાસે મદદ પણ માંગી, પરંતુ જોઇ રહેલી ભીડ તેને બચાવવાની જગ્યાએ તેનો વીડિયો ઉતારવામાં મગ્ન દેખાઇ હતી. છોકરી સાથે દુષ્કર્મ કરવાનાં ઇરાદે આવેલા આ છોકરાઓની પોલીસે ધરપકડ કરી દીધી છે. કુલ ચાર છોકરાઓને પોલીસે પકડ્યા છે, જેમાં દીપુ કુમાર, દીપક કુમાર, અમર કુમાર, સુનીલ કુમાર છે. આ ચારેય ભરથુઆ ગામનાં છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ ઘટનામાં કુલ 9 છોકરાઓ હોવાની વાત સામે આવી રહી છે. પોલીસનાં જણાવ્યાં મુજબ બાકી ફરાર છોકરાઓની શોધખોળ ચાલી રહી છે અને સંભવિત ઠેકાણે છાપા મારવામાં આવી રહ્યા છે.


થોડા સમય પહેલા આ પ્રકારની બે ઘટનાઓ સામે આવતા દેશની જનતામાં ગુસ્સાનું મૌંજુ ફરી વળ્યુ હતુ. ઉન્નાવ અને કઠુઆ જેવી ઘટનાઓ થયા બાદ સરકારે આ પ્રકારની ઘટના હવે આગળ ન બને તે માટેનું વલણ બતાવ્યું હતુ, તે છતા આ પ્રકારની ઘટના જો બનતી હોય તો તે સરકાર માટે એક શરમની વાત કહી શકાય. જોવાનું રહેશે કે આ મામલે સરકાર હવે શું પ્રતિક્રિયા આપે છે.