loader

Breaking News


Home > Gujarat > Video : બેરોજગાર એપ્રેન્ટીસ યુવાનોએ ભરતી અંગે સરકાર પર ઉઠાવ્યા સવાલ


Foto

Video : બેરોજગાર એપ્રેન્ટીસ યુવાનોએ ભરતી અંગે સરકાર પર ઉઠાવ્યા સવાલ

April 5, 2018, 7:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં દિવસેને દિવસે બેરોજગારી વધતી જઇ રહી છે. ત્યારે ગાંધીનગર આવેલા એપ્રેન્ટીસ પૂરુ કરી ચુકેલા યુવાનોએ ભરતી અંગે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. બેરોજગાર એપ્રેન્ટીસ યુવાનોએ જણાવ્યું કે, અમે યુજીવીસીએલમાં એપ્રેન્ટીસનો 2 વર્ષનો કોર્સ કર્યો છે અને ત્યારબાદ નોકરી માટેની પરીક્ષા પણ અમે પાસ કરી ચુક્યા છીએ હવે સરકારે માત્ર 254 નોકરીનાં ઓર્ડર જ બહાર પાડ્યા છે, તેટલુ જ નહી પણ આ વેટિંગ લીસ્ટ 1 વર્ષ સુધી ચાલશે અને આ વેટિંગ લીસ્ટ પુરુ થવામાં 4 જ મહિના બાકી રહ્યા છે. એપ્રેન્ટીસ યુવાનોનુ કહેવુ છે કે આ મુદ્દે સરકાર ભરતી વધુ કરે અથવા આઉટ સોર્સીંગ બંધ કરે, જેથી અમારા જેવા યુવાનોને નોકરી મળી રહે.