loader

Breaking News


Home > National > વિજય માલ્યાને UK કોર્ટે ભારતીય બેન્કોને કાયદાકીય ખર્ચ ચૂકવી આપવા આદેશ કર્યો


Foto

વિજય માલ્યાને UK કોર્ટે ભારતીય બેન્કોને કાયદાકીય ખર્ચ ચૂકવી આપવા આદેશ કર્યો

June 16, 2018, 10:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર : લંડન : બ્રિટનમાં શરણ લઇ રહેલા વિજય માલ્યાને UK કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. યુકેની કોર્ટે કાયદાકીય ખર્ચ અને ભારતની ૧૩ બેન્કોને ૨ લાખ પાઉન્ડ ચુકવવાનો હુકમ કર્યો છે. આ બેંકો માલ્યા પાસેથી પોતાના બાકીના દેવા વસુલ કરવા માટે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.

જજ એન્ડ્ર્યુ હેનશો ગયા મહીને માલ્યાની સંપતિને કુરક કરવાના એક વિશ્વવ્યાપી આદેશને પલટવાનો ઇનકાર કરી દીધો હતો તેમજ જણાવ્યું હતું કે ભારતીય સ્ટેટ બેન્કની આગેવાની વાળો ૧૩ ભારતીય બેંકોનો સમૂહ માલ્યા પાસેથી ૧.૧૪૫ અબજ પાઉન્ડની વસુલી માટે હકદાર છે.

આ આદેશ મુજબ અદાલતે માલ્યાને જણાવ્યું હતું કે બેન્કોને થતી કાયદાકીય ખર્ચની રકમ ચૂકવી આપે તેમજ કર્ણાટકનાં દેવા વસુલી કાયદા મુજબ જે કાર્યવાહી થઇ હોય તેની રકમ પણ ચૂકવી આપે.