loader

Breaking News


Home > Gujarat > વિજય રૂપાણીએ નડાબેટ ખાતે BSF ના જવાનો સાથે દિવાળી ઉજવી


Foto

વિજય રૂપાણીએ નડાબેટ ખાતે BSF ના જવાનો સાથે દિવાળી ઉજવી

Nov. 7, 2018, 4:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળી પર્વ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીક આવેલ ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો સાથે મનાવ્યું અને આ જવાનોને દિપાવલી શુભેચ્છાઓ પાઠવી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે જવાનો માટે બોર્ડર પર પીવાનું સ્વચ્છ પાણી, મોબાઇલ નેટવર્ક માટે ટાવર વગેરે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રણના આ પ્રદેશ માં ધૂળ અને માટી ઊડતી રહેતી હોય છે તેવા સંજોગોમાં જવાનો ની આંખોની રક્ષા માટે ખાસ પ્રકારના ગોગલ્સ ચશ્મા પુરા આપવા પણ જણાવ્યું હતું.

વિજય રૂપાણીએ દેશની આ ગુજરાત સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદ છે ત્યારે દિવસ રાત પહેરો ભરીને દેશની રક્ષા કરતા બીએસએફ ના જવાનોની સુવિધા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ કરશે તેમ ઉમેર્યું હતું. આ ઉપરાંત નડાબેટ ખાતે સીમાદર્શન કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઇ રહેલા કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને સમય મર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.