loader

Breaking News


Home > Gujarat > વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજાને ત્યાં અરજદારોની લાંબી લાઈનો


Foto

વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજાને ત્યાં અરજદારોની લાંબી લાઈનો

Aug. 1, 2018, 2:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર એટલે જીજે-૧૮ અહીંયા તમામ વહીવટ કરાવો, હુકમો અને અહીંથી જ ગુજરાતનાં તમામ સરકારી કચેરીઓનું સંચાલન અને તમામની ડોર અહીંયા આવેલી છે ત્યારે સચિવાલય સ્વર્ણિમ સંકુલ-૧ તથા સમિતિનાં મંત્રીને અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે લાંબી લાઈનો જે તસવીરમાં લાગી છે તે કોઈ ફિક્સ થિયેટરની કે ગેસનાં કાળા બાટલા, કેરોસીન લેવાની લાઈન નથી પણ ગુજરાતમાંથી જે અરજદારો પ્રાણપ્રશ્નો છે અને હજુ સુધી પત્યાં ન હોવાથી ધરમના ધક્કા અરજદારો ખાતા હોય છે.

સચિવાલયમાં ૨૦૦થી ૫૦૦ કિમી દૂરથી લોકો મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ને મળવા આવે છે અધિકારીઓ અને સરકારી બાબુઓ કામન્ નહીં કરતાં હોય. ત્યારે જ સ્વર્ણિમ સંકુલ સુધી મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી સુધી ઘા નાંખવો પડતો હોય છે. સવારથી આવેલાં અરજદારોને કચેરી દ્વારા પાણી ચા ની પણ શાંત સ્વભાવનાં અને કામમાં નિપુણ હોવાથી તેમને ત્યાં પણ ભીડ રહેતી હોય છે.

સ્વર્ણિમ સંકુલ-૨માં પ્રદિપસિંહ જાડેજા સિવાય કોઈ મંત્રીને ત્યાં અરજદારોની ભીડ જોવા મળતી નથી. ત્યારે સ્વર્ણિમ સંકુલ ૨ માં બેસતાં તમામ મંત્રીઓમાં પ્રથમ ક્રમાંકે ભીડની સંખ્યા અને અરજદારોનો મોટો વર્ગ પ્રદિપસિંહ જાડેજા ગૃહમંત્રીને ત્યાં જોવા મળે છે. ત્યારે પ્રજા પ્રશ્નોને વાચા આપવા મંગળવારે મુખ્યમંત્રી મળવાના ૫૦૦ થી ૬૦૦ અરજદારોને હાજર હોય ત્યારે સાંભળવા હોય છે. ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નહીં કરતાં હોય ત્યારે અહીંયા સુધી અરજદારો લાંબા થઈ રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પ્રશ્નો લોકોનાં સાંભળે છે જેથી ભીડ અહીંયા જોવા મળે છે.