loader

Breaking News


Home > Gujarat > વિજય રૂપાણી- નિતીન પટેલને દિલ્હીનું તેડું, શાહ સમક્ષ રજુ કરશે રિપોર્ટ


Foto

વિજય રૂપાણી- નિતીન પટેલને દિલ્હીનું તેડું, શાહ સમક્ષ રજુ કરશે રિપોર્ટ

Aug. 28, 2018, 12:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : લોકસભા ચુંટણીને આડે હવે માત્ર થોડા મહિના બચ્યા છે ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ના.મુખ્યમંત્રી નિતીન પટેલને દિલ્હીનું તેડું આવ્યુ છે. તેઓ આજે દિલ્હીમાં ભાજપનાં મુખ્યમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ બંન્ને નેતાઓ ગઇ કાલે મોડી રાત્રે દિલ્હી પહોચ્યા હતા.આ બેઠકનું અધ્યક્ષસ્થાન પ્રધાનમંઓત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ લેશે. ભાજપ માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્ય સરકારોનાં કામકાજ તેમજ અગાઉ યોજાયેલ બેઠકોમાં જે કાર્ય સોંપવામાં આવ્યુ હતુ તેની સમિક્ષા કરવામાં આવશે. આજે સવારે નવ વાગ્યે આ બેઠક શરૂ થઇ ગઇ છે જે આખો દિવસ ચાલશે.