loader

Breaking News


Home > Gujarat > લખનૌમાં વિજય રૂપાણીનું નિવેદન, ભડકાઉ ભાષણ આપનારાં અલ્પેશ પર લેશે એક્શન


Foto

લખનૌમાં વિજય રૂપાણીનું નિવેદન, ભડકાઉ ભાષણ આપનારાં અલ્પેશ પર લેશે એક્શન

Oct. 16, 2018, 11:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતીયોનાં પલાયનના સમાચારોએ દેશને હલાવીને મૂકી દીધો છે. સાબરકાંઠામાં થયેલ ઘટના બાદ ઉત્તર ભારતીયો પર અહીં હુમલા થઇ રહ્યા હતા જેને કારણે લોકો ગુજરાત છોડી ભાગી રહ્યા હતા. આ ઘટના બાદ સોમવારે ગુજરાત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ લખનૌમાં બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે લખનૌમાં બેઠક યોજાઈ હતી.

બંને મુખ્યમંત્રીઓએ મુલાકાત બાદ પ્રેસ કૉન્ફ્રંરન્સ કરી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતીયો પર હુમલો કોંગ્રેસનું ષડ્યંત્ર કોંગ્રેસે કરેલ હતું. આ બધું એટલા માટે કરવામાં આવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણમાં વિક્ષેપ પાડી શકાય જો કે હવે પરિસ્થિતિ કાબુમાં છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભડકાઉ ભાષણ આપવાવાળા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાશે.