loader

Breaking News


Home > Gujarat > મઘરોલ ગામના અચ્છે દિન, ગામની વિકાસ વાસ્તવિકતા તમને ખબર છે, સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલું ગામ.


Foto

મઘરોલ ગામના અચ્છે દિન, ગામની વિકાસ વાસ્તવિકતા તમને ખબર છે, સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલું ગામ.

May 26, 2018, 1:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:એનડીએ સરકારે જોરશોરથી સરકારનાં ૪ વર્ષ પુરા કર્યા છે, આ ચાર વર્ષ દરમિયાન વિકાસનાં નામનાં ખુબ જ બણગા ફૂંગવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચાર વર્ષમાં લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં જુદીજુદી યોજનાઓ શરુ કરીને વિકાસ અને રોજગારી પોતાની જ સરકારે આપી તેવું ચિત્ર ઉભું કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એવો વિચાર આવેછે કે શું ખરેખર કેન્દ્ર સરકારે ચાર વર્ષમાં જુદી જુદી યોજનાઓ શરું કરીને દરેક ક્ષેત્રમાં યોજનાઓ શરુ કરીને પોતાનો ઈરાદો જાહેર તો કર્યો છે પરતું શું દરેક લોકોને આ યોજનાઓનો લાભ મળી રહ્યો છે સરકારને વાસ્તવિક પરીસ્થિતિનો ખ્યાલ છે કે કેમ એ સવાલ ઉભો થઇ રહ્યો છે. આગામી લોકસભાની ચુંટણીને આડે એક જ વર્ષનો સમય રહ્યો છે એટલે સરકાર આ ચાર વર્ષમાં જે ઢગલાબંધ યોજનાઓ શરુ કરી તેનો ધૂમધડાકા સાથે પ્રચાર કરી રહી લોકોનું ધ્યાન દોરવવાનો પ્રયાસ કરી રહી છે.લોકોની પ્રાથમિક જરૂરિયાત શું છે , ગામડાઓનો કેટલો વિકાસ કર્યો છે આદર્શ ગ્રામ શું કહેવાય સરકારને તેની ખબર છે, દેશની મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે તો દરેક રીતે ગામડાઓનો વિકાસ થાય તે જરૂરી છે.

કેન્દ્ર સરકારમાં હાલમાં કાપડ મંત્રાલયનું પદ ભોગવતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રધાનમંત્રીની દત્તક ગામ યોજના હેઠળ તેમણે આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાનું મઘરોલ ગામ આજથી ચાર વર્ષ પહેલાં દત્તક લીધું હતું. જોકે ગામ લોકોનું કહેવું છે કે છેલ્લાં ચાર વર્ષમાં સ્મૃતિ ઇરાની ફક્ત બે જ વાર આ ગામની મુલાકાતે આવ્યાં છે. સ્મૃતિ ઇરાનીએ તેમને ફાળવેલી ગ્રાન્ટમાંથી ગામના માટે કોઈ વિકાસનું કામ નથી કર્યું.ગામલોકોએ જણાવ્યું હતું કે આ ગામની શરુઆત જ ગંદકીના ઢગ સાથે થાય છે. ગટર લાઈનનો અભાવ છે.રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી.સોજિત્રા સિવાયનાં રસ્તાને બાદ કરતાં કોઈ રસ્તો સલામત નથી.

યુવાઓનાં કૌશલ્યવર્ધન માટે વડાપ્રધાને અહિયાં “સ્કીલ ઇન્ડિયા”ના ભાગરૂપે મોટું બિલ્ડીંગ બનાવ્યું હતું પરતું આ બિલ્ડીંગ પણ હાલમાં ખંડેર હાલતમાં છે બારી-દરવાજા, બારણાં, કાચ જેવી વસ્તુઓ કોઈ કાઢીને લઇ ગયું છે રોજ સવારે આ બિલ્ડીંગ પાસેથી દારૂની બોટલો મળે છે. આ બિલ્ડિંગની બાજુમાં આંગણવાડી ચાલે છે.તે પણ ગંદકી અને કચરાના ઢગથી છિન્ન-ભિન્ન છે. સ્મૃતિ ઇરાનીએ ગામને દત્તક લીધું એટલે ડીજીટલીકરણના ભાગરૂપે ગામમાં એક ખાનગી બેંક સ્થાપી. આની પહેલાં ગામમાં એકપણ બેંક નહોતી.જોકે બેંક બંધ હોય ત્યારે સોજિત્રા ગામની આજુબાજુની બેંકો સાથે રોકડ-રકમ તથા અન્ય વ્યવહારોનો આધાર રાખવો પડે છે. એવા જ હાલ ગ્રામપંચાયત કચેરીની કચેરીનાં છે તે પણ જયારે બંધ હોય ત્યારે સીધો સંપર્ક સાધી શકાતો નથી. કચેરી પણ સવારે બંધ હોય છે.

ગામના યુવાનો ક્રિકેટ રમી શકે એનાં માટે મેદાન બનાવ્યું હતું પણ યોગ્ય જાણવણીનાં અભાવે મેદાનમાં ધતુરાનાં છોડ ઉગી નિકળ્યા છે. સ્મૃતિ ઇરાનીએ અહિયાં ઉભી કરેલી વ્યવસ્થામાં ફક્ત એક કોમ્યુનીટી હોલ જ વ્યવસ્થિત હાલતમાં છે. જોકે તેની બાજુમાં બનાવેલા મોટા જાહેર શૈચાલયમાં ખાળકુવો જ નથી ગામનાં તળાવ માટે ૨.૩૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો પરતું તે પણ દયનીય હાલતમાં છે લોકોનું કહેવું છે કે આટલાં રૂપિયામાં તો બીજું તળાવ બંધાઈ જાય.