loader

Breaking News


Home > National > તમિલનાડુમાં સ્ટરલાઇટ કોપર પ્લાન્ટનો વિરોધ બન્યો હિંસક, 11નાં મૌત, કલમ 144 લાગુ


Foto

તમિલનાડુમાં સ્ટરલાઇટ કોપર પ્લાન્ટનો વિરોધ બન્યો હિંસક, 11નાં મૌત, કલમ 144 લાગુ

May 23, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, તમિલનાડુ : તમિલનાડુમાં સ્ટરલાઇટ કોપર પ્લાન્ટનો વિરોધ હિંસક બન્યો છે. છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને મંગળવારે એક હિંસકરૂપ ધારણ કરી દીધુ હતુ. સ્ટરલાઇટ યુનિટથી થતા પ્રદુષણનો વિરોધ કરી રહેલા લોકોનાં ટોળા ઉમટી આવતા પોલીસને કલમ 144 લાગુ કરી દીધી છે. આ ટોળાને કાબુમાં લેવા પોલીસે કરેલા ગોળીબારમાં 11 લોકોનાં મૌત થયા છે.



સ્ટરલાઇટ કોપર પ્લાન્ટનાં યુનિટમાં થઇ રહેલા પ્રદુષણને રોકવા વિરોધ કરી રહેલા લોકો મંગળવારનાં રોજ પ્લાન્ટ સુધી કૂચ કરવાના હતા પરંતુ તેમને મંજૂરી ન મળતા તેઓ તુતીકોરિનનાં જિલ્લા અધિકારી એન. વેંકટેશને ભેગા થયા હતા. મદ્રાસ હાઇકોર્ટે સ્ટરલાઇટ કોપરનાં આ યુનિટને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ કર્યો હતો, જેના પગલે સુરક્ષા હેઠળ કામગીરી કરવામાં આવી રહી હતી. વિરોધ કરવામાં લગભગ 5000થી વધુ લોકો અહી એકત્ર થયા હતા. જો કે સરકારી આંકડા મુજબ 20 હજારથી વધુ લોકો ભેગા થયા હતા. આ ટોળુ મદાથુર ગામથી રવાના થયુ અને અચાનક હિંસક બની જતા પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પણ ટોળુ પાછુ ન ખસ્યુ અને પોલીસ પર જ તેમણે પથ્થરમારો શરૂ કરતા પોલીસે જવાબી કાર્યવાહી કરતા લાઢીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યા હતા. પોલીસ દ્વારા ટીયર ગેસ છોડાતા ભગદડ મચી હતી અને ટોળુ વધારે ઉગ્ર બન્યુ હતુ. તે પછી ટોળાએ ઘણા વાહનોને આંગ ચાંપી હતી.


સુત્રોનાં જણાવ્યાં મુજબ, વિરોધ કરી રહેલા લોકો સાથે પોલીસની અથડામણ થતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી, જેમાં 11 લોકો મૌતને ભેટી ગયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. તમિલનાડુ સરકારે આ વિરોધ પ્રદર્શનમાં મારી ગયેલા 11 લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. તે સિવાય ઘાયલ થયેલા લોકોને 3 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત સરકારે કરી હતી. આ સમગ્ર ઘટનાને જોતા મુખ્યમંત્રી પલાનીસામીએ ન્યાયિક તપાસનો આદેશ આપી દીધો છે.