loader

Breaking News


Home > National > રાજનીતિમાં હિંસાને સ્થાન નહી, દેશમાં લોકો ટેકનોલોજીનો વિરોધ કરે છે : નરેન્દ્ર મોદી


Foto

રાજનીતિમાં હિંસાને સ્થાન નહી, દેશમાં લોકો ટેકનોલોજીનો વિરોધ કરે છે : નરેન્દ્ર મોદી

May 7, 2018, 10:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટક ચુંટણીનાં પ્રચાર વચ્ચે રાજનીતિક પાર્ટીઓ સતત મતદારોને લલચાવવામાં લાગી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાજપ તરફથી મોરચો સંભાળી લીધો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપની મદદથી ભાજપ યુવા મોરચા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ સંવાદમાં વડાપ્રધાને કાર્યકર્તાઓનાં સવાલોનાં જવાબ પણ આપ્યાં.

PM મોદીએ આ સંવાદમાં કહ્યું હતું કે કર્ણાટકમાં અમારા યુવા કાર્યકર્તાઓ જોશમાં છે અને એવું લાગી રહ્યું છે કે જનતા ખુદ ચુંટણી લડી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ભાજપની લહેર ચાલી રહી છે. અમારા કાર્યકરો ઓનલાઈન - ઓફલાઈન દરેક જગ્યાએ કામ કરી રહ્યાં છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે અમારી પાર્ટીમાં નીચલા લેવલથી કાર્યકર ઉપર આવે છે અને આગળ વધે છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશમાં લોકો ટેકનોલોજીનો વિરોધ કરી રહ્યા છે, EVM - આધાર કાર્ડનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ આ દરમિયાન કર્ણાટકનમાં ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો અને કોમનવેલ્થ ગેમ્સમાં તેમનાં પ્રદર્શનનાં વખાણ કર્યા હતા.