loader

Breaking News


Home > National > વિપ્લબ દેબનું નવું જ્ઞાન, પાણીમાં ઓક્સીજનની માત્રા વધારે છે બતક


Foto

વિપ્લબ દેબનું નવું જ્ઞાન, પાણીમાં ઓક્સીજનની માત્રા વધારે છે બતક

Aug. 29, 2018, 1:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ત્રિપુરા : ત્રિપુરાનાં મુખ્યમંત્રી વિપ્લ્બ કુમાર દેબે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં ગ્રામીણોને બતક વિતરણ કરવા માંગે છે. કેમ કે તેમનું માનવું છે કે બતક ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધારશે તેમજ તેવો પણ દાવો કર્યો હતો કે બતક આ ઉપરાંત ઘણા ફાયદા પહોંચાડે છે. તેઓનું કહેવું છે કે બતક ફક્ત પાણીને રીસાયકલ જ નથી કરતું પરંતુ પાણીમાં ઓક્સીજનની માત્રા પણ વધારે છે.

વિપ્લબ દેબ નીરમહલની ચારે બાજુ એક કુત્રિમ સરોવર રુદ્રસાગરમાં પારંપરિક બોટ રેસ ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે આ વાત કહી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સરોવરની નજીક રહેનારા માછીમારોને 50 હજાર બતકો આપવાની તેમની યોજના છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ત્રિપુરાના ગ્રામિણોને સફેદ બતકો આપવામાં આવશે.