loader

Breaking News


Home > Bollywood > આ છે વિરાટ કોહલીનો ફેવરીટ બોલીવુડ સિંગર, ટ્વીટ કરીને જણાવ્યું નામ


Foto

આ છે વિરાટ કોહલીનો ફેવરીટ બોલીવુડ સિંગર, ટ્વીટ કરીને જણાવ્યું નામ

Oct. 19, 2017, 1:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ બોલીવુડના લોકપ્રિય સિંગર અરિજિત સિંહ સાથે મુલાકાત કરી હતી. તેઓએ ટ્વીટર પર અરિજિત સિંહ સાથે એક તસ્વીર પણ અપલોડ કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડ સિંગર અરિજિત સિંહનો ખુબ મોટો ફેન છે અને તેઓને પોતાના ફેવરીટ સિંગર સાથે મુલાકાત કરી હતી. કોહલીએ આ મુલાકાતનો એક ફોટો ટ્વીટર ઉપર પણ શેયર કર્યો છે. આ ફોટો શેયર કરીને કોહલીએ લખ્યું હતું કે આ મારાં માટે એક ફેન મોમેન્ટ છે, અરિજિત ખુબ જ સારા માણસ છે. અરિજિત સિવાય બીજા કોઈના પણ અવાજે મને પ્રભાવિત નથી કર્યો. શુભકામનાઓ અરિજિત.

આ મુલાકાત એક ચેરીટી મેચ દરમિયાન થઇ હતી. કોહલીની સાથે સાથે અન્ય ઘણાં લોકપ્રિય ખેલાડીઓએ આ ચેરીટી ફૂટબોલ મેચમાં ભાગ લીધો હતો. ખેલાડીઓની આ ફૂટબોલ મેચ બોલીવુડ સ્ટાર સામે હતી જેમાં રણબીર કપૂર, અભિષેક બચ્ચન, ડીનો મોરિયા અને શુજીત સરકાર જેવા એક્ટર હતાં.